August 31, 2025 11:50 pm

ડભોડા ગામે ચકલીઓ બચાવવાનો યુવા સેવાભાવી સંજય પટેલનો અનોખો સેવા યજ્ઞ.

આધુનિક ઝડપી સમયમાં કોને લુપ્ત થતી ચકલીઓને બચાવવામાં રસ હોય,,!!??

પણ કોણ જાણે કેમ કુદરતની કોઈ દિવ્ય પ્રેરણાથી સંજય પટેલ નામના આ જીવદયા પ્રેમી યુવાને આ કાર્ય માટે વિશેષ મહેનત કરી ગાંધીનગરના ડભોડા ગામે અલગ – અલગ જગ્યાએ 5 જેટલા મોટા પક્ષીઓના રહેવાના ટાવર ઉભા કરી ત્યાં કાયમી તેમને દાણા – પાણીની સગવડ કરી છે.

ડભોડા ગામના ‘બર્ડ મેન’ તરીકે નામના મેળવેલ આ યુવાને છેલ્લા 8 વર્ષમાં આખા ગામમાં ઘેર – ઘેર ફરી 8 હજાર જેટલા ચકલીઓને રહેવાના માટીના માળા પોતે જ સ્વ ખર્ચે લગાવ્યા છે, જેમાંથી મોટાભાગના માળાઓમાં ચકલીઓ રહેવા પણ આવી ગઈ છે.

રહેવા અને ખાવા – પીવાની સલામત સગવડના પરિણામે ત્યાં દેશી ચકલીઓનું અસ્તિત્વ ઝોખમમાં હતું તે હવે ઘેર – ઘેર ચકલીઓનો અવાજ છૂટથી સાંભળી શકાય છે.

પક્ષીઓ બચાવવાના સંદેશા સાથે આ યુવાને ઉનાળામાં પક્ષીઓને પીવા માટે માટીના પાણીના કુંડા મફતમાં વિતરણ અને રસ્તામાં રખડતા કુતરાઓને રોટલીઓ ખવડાવવાની કાયમી સેવાઓ કરી રહ્યા છે.

તેમના કહેવા મુજબ આ સેવા કરવામાં તેઓ અનેરો આનંદ અનુભવી રહ્યા છે.

ડભોડા ગામમાં પટેલવાસમાં રહેતા આ સેવાભાવી યુવાન સંજયકુમાર માણેકલાલ પટેલને ગામમાં સૌ ભારે સન્માનની દ્રષ્ટિએ જુએ છે. ડભોડાના સજ્જનો તેને આર્થિક સહકાર પણ સારો આપી રહ્યા છે.

મોબાઇલ ટાવર જેવા વધુ પડતા આધુનિક ઉપકરણો અને અનેક પ્રકારના પ્રદુષણે લાખો નાના જીવ – જંતુ અને પક્ષીઓના અસ્તિત્વ સામે સવાલ ઉભા કર્યા છે.

સગવડ, સંશોધન અને વિકાસના નામે માનવીએ કરેલી પ્રકૃતિ સામેની છેડછાડ આખરે માનવીને જ ભારે પડવાની છે. તેવામાં આવા કેટલાય નવયુવાનો પોતાના જીવનનું સમર્પણ કરી પ્રકૃતિની જાણવણી માટે પોતાનાથી શક્ય તમામ પ્રયત્નો કરી છૂટે છે,

સલામ છે આવા સેવાભાવીઓને 🙏🏻🙏🏻

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ