April 4, 2025 5:03 am

રાધનપુરના કલ્યાણપુરા ગામે ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનો પરેશાન..

ગકલ્યાણપુરા ગામે પીવાના પાણીની સમસ્યાને ઝડપી નિવારવા ગ્રામજનો ની માંગ…

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે પીવાના પાણીની વિકટ પારાયણ ઊભી થવા પામી છે. કલ્યાણપુરા ગામમા પીવાનું પાણી છેલ્લા 4 દિવસથી નહીં આવતા ગામની મહિલાઓ પાણી માટે રઝડપાટ કરી રહી છૅ.ભર ઉનાળે પીવાનું પાણી ગામમાં છેલ્લા 4/5 દિવસથી નહીં આવતા ગામલોકોને ભારે પરેશાની ઉભી થઈ છૅ.મહત્વનું છૅ કે કલ્યાણપુરા ગામ ખાતે પીવાનું પાણી છેલ્લા 12 મહિનાથી દિવસ દરમિયાન પાણી જ નથી આવતું પાણી રાત્રી ના સમયે આવતું હોય રાત્રી નો સમય બંધ કરી દિવસે પાણી આપવા લોક માંગ ઉઠી છૅ.

કલ્યાણપુરા ગામમાં મુખ્ય પાણીની લાઈનમાંથી ગેર કાયદેસર કનેકશન લેતા ઈશમો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે:-

કલ્યાણપુરા ગામ ખાતે મુખ્ય લાઈનમાંથી જૅ પીવાનું પાણી પહોંચાડતી મેઈન લાઈન છૅ એમાંથી અમુક ઈશમોએ પોતાના ખેતરમા ગેરકાયદે કનેકશન કરી પાણીનો વેડફાટ અને અંગત ફાયદાને લઈને ગેર કાયદેસર કનેકશન કરી પાણી ચોરી કરવાનો પ્રયાસ કરેલ છૅ. જેના કારણે ગામમાં પીવાનું પાણી તમામ ઘર સુધી પહોંચતું નથી ત્યારે આવા ઈસમો વિરુદ્ધ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા તલાટી કમ મંત્રી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છૅ.

કલ્યાણપુરા ગામમાં પીવાના પાણીની પારાયણ, દિવસની જગ્યાએ રાત્રે પાણી છોડવામાં આવે છૅ:

કલ્યાણપુરા ગામે પીવાના પાણીની પારાયણ આમતો ઘણા લાંબા સમયથી જોવા મળી રહી છૅ. છેલ્લા 12 મહિનાથી તો ગામમાં પીવાના પાણીની લાઈનમાં પાણી દિવસે આવતું જ નથી એટલે કે પાણી દિવસની જગ્યાએ રાત્રીના સમયે આવતું હોવાની ગામલોકોની બુમરાડ ઉઠી છૅ.ત્યારે ગ્રામજનો નું કહેવું છૅ કે પાણી સમયસર આપવામાં આવે અને રાત્રી દરમિયાન જ પાણી આવતું હોય છૅ ત્યારે લોકોને પીવાનું પાણી રાત્રી દરમિયાન પાણી ભરવુ પડે છૅ.જોકે પાણીની જરૂરિયાત લોકોને સવારે અને દિવસ દરમિયાન હોય છૅ ત્યારે આ બાબતે લોકોને પાણી માટે ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે પીવાનું પાણી રેગ્યુ્યુલર દિવસે ચાલુ કરવા લોક માંગ ઉઠી છૅ.

કલ્યાણપુરા ગ્રામ પંચાયત દ્વારા કાયમી પીવાના પાણીનો નિકાલ કરવામાં આવે અને મીઠાં પીવાના પાણીની લાઈનમાં જૅ ગેર કાયદેસર કનેક્શન આવેલા છૅ તેવા કનેકશન ધારક ઈશમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નોટિસ પાઠવવામાં આવે જેથી ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલ લાવી શકાય તેમ છૅ. ગામલોકૉ ને પીવાનું પાણી સમયસર નહીં મળે તો આગામી સમયમાં ધરણા પ્રદર્શન ની ચીમકી ઉચ્ચારી છૅ. તેમજ પાણી પુરવઠા અધિકારીએ આ બાબતે ધ્યાન આપી લોકોના પ્રશ્નોને સમજી રેગ્યુલર પીવાનુ પાણી આપવાની માગ ગામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.તેમજ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની પારાયણ ઊભી થતાં ગ્રામજનો માં ભારે રોષ વ્યાપ્યો છે. આમ,રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે પીવાના પાણી ની વ્યવસ્થા ઝડપી કરવામાં આવે તેવી ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें