કલ્યાણપુરા ગામે ગટર, પેવર બ્લોક રસ્તા થી લઈને અનેક વિકાસના કામોમાં ભ્રસ્ટાચાર : તંત્ર દ્વારા પંચાયતના કામોની યોગ્ય સ્થળ તપાસ કરવામાં આવે તો પંચાયતના અનેક ગોટાળાઓ આવી શકે બહાર..
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે ગટર લાઈન, પાવર બ્લોક રોડ થી લઈને અનેક વિકાસના કામોમાં ગેરરીતિ થઈ હોય કોન્ટ્રાકટર અને પંચાયતની મિલી ભગતને લઈને ગામનો વિકાસ રૂંધાયો છૅ ત્યારે સત્વરે જૉ કલ્યાણપુરા ગામે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો જૅ કરવામાં આવ્યા છે તેની યોગ્ય દિશાએ તપાસ કરવામા આવે તો અનેક ભ્રષ્ટાચાર ની લિંક ખુલશે તેવું કલ્યાણપુરા ગામના લોકોની રાવ ઉઠી છૅ.
કલ્યાણપુરા ગામ ખાતે ગામમાં ગટર લાઈન જૅ જગ્યાએ મંજુર થઇ તે જગ્યા બદલી ગટર લાઈન સ્થળ ફેરબદલ કરી બેદરકારી દર્શાવતા તલાટી અને કોન્ટ્રાકટર પર કોની રહેમ નજર છૅ.તો પાવર બ્લોક રસ્તા જૅ સ્થળ જગ્યાએ મંજુર થયેલ છૅ ત્યાં હકીકત પાવર બ્લોક રસ્તો છૅ કે કેમ વગેરે જેવા પંચાયતમાં અનેક ગોટાળાઑ થતાં હોવાની રાવ ઉઠતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામમાં કામની સમીક્ષા કરે અને ગ્રામ પંચાયતમા યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક ગોટાળાઓ, ગેરરીતિ અને ભ્રષ્ટાચાર બહાર આવશે ત્યારે પંચાયતમાં ચાલતી આ લાલીયાવાડી બઁધ કરવા લોકમાંગ ઉઠવા પામી છૅ.
જૉ કલ્યાણપુરા ગામ ખાતે ગ્રામ પંચાયતના કામો પર યોગ્ય તપાસ કરવામાં આવશેઅને સ્થળ નિરીક્ષણ કરી કામો જોવામાં આવે તો હકીકતમા અનેક વિકાસના કામોમાં ગેરરીતિ આચરી છૅ તે બહાર આવશે.જૅ ભ્રષ્ટાચારએ માઝા મૂકી છૅ તેં બહાર આવશે અને કલ્યાણપુર ગામમાં જોવા જઇયે તો ગામમાં પેવર બ્લોક રોડ, ગટર લાઈન,સ્ટ્રીટ લાઈટો, સાફ સફાઈ થી લઈને કંપોઝ કુવા,ખાર કુવા સહીત અનેક વિકાસના કામો જૅ સરકાર દ્વારા આપવામાં આવે છૅ તેમાં કામગીરીમા અનેક ગોટાળા થયાં હોવાની લોકોની રાવ ઉઠી છૅ. ત્યારે ગ્રામ પંચાયતમાં ચાલતી લાલિયાવાડી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેં જોવું રહ્યું.હાલતો ગામલોકો દ્વારા પંચાયત દ્વારા કરાયેલ દરેક નાના મોટા કામોની સ્થળ નિરીક્ષણ ની માંગ કરી રહ્યા છૅ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
