April 4, 2025 5:04 am

પ્રાકૃતિક ખેતી_સાફલ્ય ગાથા_પાટણ પ્રાકૃતિક ખેતી તરફ વળો, મૂલ્ય વર્ધન કરો, આવક બમણી નહિ ચાર ગણી થશે:- ખેડૂત જાદવ મહાદેવભાઈ જગમાલભાઈ

ત્રીસ વીઘામાં એરંડા, ચણા, જામફળ, ખારેક, લસણ, ડુંગળી, અડદ, જુવાર, ફુલાવર, કોબીજ, ઘાસચારો દ્વારા વાર્ષિક વીસ લાખથી વધુની કમાણી

શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામના જાદવ મહાદેવભાઈ જગમાલભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી

રાસાયણિક ખેતીની ભયાનક અસરોને પગલે આજે કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રાકૃતિક ખેતીને એક મિશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અન્ય જિલ્લાઓની સાથે પાટણ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની મુહિમ સફળ રહી છે. કેટલાય પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પધ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. આવા જ એક ખેડૂત એટલે શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામના જાદવ મહાદેવભાઈ જગમાલભાઈ

જાદવ મહાદેવભાઈ જગમાલભાઈ પહેલાં રાસાયણિક ખેતી કરતા હતા, વર્ષ ૨૦૧૫ માં તેમણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી અને રાસાયણિક ખેતી બિલકુલ બંધ કરી દીધી. શરૂઆતનાં બે ત્રણ વર્ષ એમના ઉત્પાદન અને આવકમાં ફેર પડ્યો, ઘટાડો જોવા મળ્યો પણ એમણે નક્કી કર્યું કે હવે જમીનને બંજર બનતી અટકાવવી છે, આગામી પેઢીને સારી જમીન આપવા અને સારું સ્વાસ્થ્ય આપવા પ્રાકૃતિક ખેતી જ કરવી છે. આ મક્કમતાને પગલે આજે તેઓ ત્રીસ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરે છે.

 

મહાદેવભાઈ જાદવે જય ગોગા પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મ વિકસાવ્યું છે. જેમાં તેઓ એરંડા, દેશી ચણા, છોલે ચણા, જામફળ, ખારેક, લસણ, ડુંગળી, અડદ, જુવાર, ફુલાવર, કોબીજ, ઘાસચારો, એમ વિવિધ પાક અને બાગાયતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી વર્ષે વીસ લાખથી વધુ આવક મેળવે છે. દેશી લાલ લસણમાં તેઓ મૂલ્ય વર્ધન કરી તેનું વેચાણ કરે છે, જે કિલો રૂપિયે ૩૦૦ ના ભાવે વેચાય છે. તેમણે સહજીવી પાક તરીકે છોલે ચણાનું વાવેતર કર્યું હતું. એક હેક્ટરમાં ખારેકના ૧૧૦ છોડનું વાવેતર કરી તેઓ પાંચ લાખ રૂપિયા સુધીની આવક મેળવે છે. આ વિસ્તારમાં ખારેક ની ખેતીની શરૂઆત તેમણે કરી છે. આગામી સમયમાં તેમની ખારેક દેશના સીમાડા વટાવી લંડન સુધી વેચાણ માટે જઈ રહી છે જેનું મહાદેવભાઇને ગૌરવ છે.

જામફળના ૮૨ છોડવાનું વાવેતર કરી મહાદેવભાઈને વાર્ષિક બે લાખ રૂપિયા સુધીની આવક થાય છે. વર્ષ દરમિયાન વિવિધ ઋતુ આધારિત પાક ,બાગાયત અને સહજીવી પાક દ્વારા તેઓ વાર્ષિક વીસ લાખ કરતાં વધુ આવક મેળવે છે. સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવી હોવાથી ખેતી ખર્ચમાં ધરખમ ઘટાડો થયો છે. જે તેમને વધારાનો આર્થિક ફાયદો કરાવે છે. જીવામૃત માટે તેમણે ફાર્મમાં પાંચ હજારની કિંમતનો જીવામૃત પ્લાન્ટ સ્થાપ્યો છે.

મહાદેવભાઈ જાદવ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચન આપે છે. ભાવિ પેઢીને સારી જમીન , સારું અન્ન અને સારું સ્વાસ્થ્ય આપવા પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ એમ તેઓ કહે છે. પ્રાકૃતિક ખેતી તરફ વળો, તેનાથી જમીનની ફળદ્રુપતા વધશે, લોકોનું સ્વાસ્થ્ય સુધરશે, અને મૂલ્યવર્ધન કરશો તો પ્રાકૃતિક ખેતીથી બમણી નહિ પણ ચાર ગણી આવક થશે એવું પોતાના દસ વર્ષના પ્રાકૃતિક ખેતીના અનુભવ પરથી મહાદેવ ભાઈ જણાવે છે.

The Gujarat Live News Chief Editor ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें