April 8, 2025 12:04 pm

રાધનપુર ખાતે રામ નવમીની ભવ્ય શોભાયાત્રા આશા પુરા મંદિર થી રામદેવ મંદિર ભરવાડ વાસ સુધી 

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની ઉજવણી ના ભાગરૂપે આજરોજ ભવ્ય શોભાયાત્રા નીકળી 

રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ડો દેવજીભાઈ પટેલ અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને સાધુ સંતો ની ઉપસ્થિતિ માં રાધનપુર ખાતે ભવ્ય રામનવમી ની શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રા ની અંદર ઠેર ઠેર લોકો દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તો મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો રાધનપુર ખાતે કોમી એકતા ના દર્શન જોવા મળ્યા હતા રાધનપુર દ્વારા અને રાધનપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી અને અન્ય મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તો રાધનપુર આશાપુરા મંદિર છે નીકળેલી રામનવમી ની શોભાયાત્રા ભરવાડ વાસ ખાતે આવેલ રામાપીરના મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી આરતી કરી અને શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી રાધનપુર પોલીસ દ્વારા સરસ મજાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો નગરપાલિકા દ્વારા રથયાત્રાના રૂટની અંદર કોઈપણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાનમાં રાખી નગરપાલિકાના સ્ટાફ ખડે પગે રહ્યો હતો તો સેવાભાવી લોકો દ્વારા રસ્તાની અંદર અલગ અલગ સ્ટોલો બનાવવામાં આવ્યા હતા. પીવાના પાણીનો સ્ટોર છાસ લસી કેન્ડી શરબત જેવા 15 એક જેવા અલગ અલગ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા. સેવાભાવી લોકો દ્વારા શોભાયાત્રા ની અંદર ગોતરકા ગાદીપતિ નિજાનંદ બાપુ અને નજુપુરા શ્રી રામ આશ્રમના બટુક મોરારીબાપુ અને લોલાડા જગ્યાના મહંત અને અન્ય સાધુ સંતો રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રાધનપુર નગરજનો શોભાયાત્રા ની અંદર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભક્તિમય વાતાવરણ બન્યું હતું

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

ગુજરાત રાજ્યના મે.ડી. જી. પી. સાહેબ શ્રીના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ અનુસાર નગરપાલિકાની શ્રી સરકારી જમીનમાં ગે.કા. રીતે દબાણ કરી સંઘવીર આમલેટ સેન્ટરએન્ડ સાજન રોટલાઘર નામથી ગેરકાયદેસર બનાવેલ હોટલ/ઇંડાની દુકાનનું દબાણ દુર કરવાની કાર્યવાહી કરાવતી ચાણસ્મા પોલીસ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

ગુજરાત રાજ્યના મે.ડી. જી. પી. સાહેબ શ્રીના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ અનુસાર નગરપાલિકાની શ્રી સરકારી જમીનમાં ગે.કા. રીતે દબાણ કરી સંઘવીર આમલેટ સેન્ટરએન્ડ સાજન રોટલાઘર નામથી ગેરકાયદેસર બનાવેલ હોટલ/ઇંડાની દુકાનનું દબાણ દુર કરવાની કાર્યવાહી કરાવતી ચાણસ્મા પોલીસ