શોભાયાત્રામાં વેશ ભુષામાં સજ બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું, બહોળી સંખ્યામાં લોકો જોડાયા
રાપરમાં લોહાણા મહાજન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ તથા ઘનશ્યામ મહારાજ ના જન્મોત્સવ (રામ નવમી) ની ઉત્સાહ, ઉમંગ ભેર ઉજવણી કરાઈ હતી જેમાં દરિયાસ્થાન મંદિર, યુવક મંડળ તથા મહિલા મંડળ સહયોગી બન્યું હતું,
સૌ પ્રથમ દરિયાસ્થાન મંદિરથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી જે શહેર ના મુખ્ય માર્ગો ઉપર ફરીને પરત દરિયાસ્થાન મંદિરે પહોંચી હતી અને ત્યાં સમૂહઆરતી ઉપસ્થિત લોહાણા જ્ઞાતિજનો દ્વારા કરવામાં આવેલ, આરતી – પૂજા આચાર્ય જગદીશભાઈ પ્રભાશંકરભાઈ જોષી દ્વારા કરવામાં આવેલ,
ત્યારબાદ રાત્રે લોહાણા જ્ઞાતિજનો તેમજ સારસ્વત બ્રહ્મ સમાજ માટે મહા પ્રસાદ (ફળાહાર) ની વ્યવસ્થા કરવામાં આવી હતી, શોભાયાત્રા દરમ્યાન લોહાણા મહાજન દ્વારા સોફ્ટ ડ્રિંક્સ (જયુસ) તથા ઠંડા પાણી અને હિન્દુ યુવા વાહિની રાપરના ભાઈઓ દ્વારા માંડવી ચોક મધ્યે પાણી તથા સરબતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સમગ્ર શોભાયાત્રા દરમ્યાન શ્રી રામ ના નારા (નાદ) સાથે રામ મય વાતાવરણ જોવા મળ્યું હતું,
શોભાયાત્રા દરમ્યાન રાપર પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, ટી. આર. બી. જવાનોએ વ્યવસ્થા જાડવી હતી,
લાલજીભાઈ નાથાણી,દિલીપભાઈ મીરાણી,મુકેશભાઈ પુજારા,ભરતભાઈ રાજદે, નિલેશભાઈ કારીયા, દિનેશભાઈ ચંદે, કાંતિલાલ નાથાણી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,
સમગ્ર ભક્તિમય કાર્યક્રમમાં રાપર લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજેશભાઈ રતનશીભાઈ ચંદેની આગેવાનીમાં લોહાણા મહાજનના હોદેદારો રસિકલાલ આદુઆણી, ભોગીલાલ મજીઠીયા, બળવંતભાઈ મીરાણી, પ્રભુલાલ રાજદે, પ્રફુલભાઈ ચંદે,વિનોદભાઈ મજીઠીયા,હસમુખભાઈ રૈયા તથા કારોબારી સદસ્યોં,
રાપર લોહાણા યુવક મંડળના પ્રમુખશ્રી મહેશ કાંતિલાલ ચંદે તથા હોદેદારો રાહુલ કારીયા, ભરત ચંદે, ભાવિન મીરાણી, કલ્પેશ રાજદે,ભાવિક મીરાણી, વિપુલ મજીઠીયા,
હિતેશ મજીઠીયા,
વિશાલ મીરાણી, જયદીપ રૈયા સહીત કોરોબારી સમિતીના સભ્યો, તેમજ મહિલા મંડળના પ્રમુખ સરસ્વતીબેન હરિલાલ ચંદે તથા મહિલા મંડળના હોદેદારો ભગવતીબેન ચંદે, વસંતીબેન ચંદે,નયનાબેન કારીયા,રંજનબેન ચંદે, દમયંતીબેન નાથાણી સહીત કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી,
તેવું રાપરથી લોહાણા મહાજનના મહામંત્રી પ્રભુલાલ રાજદેની એક યાદીમાં જણાવે છે.
રિપોર્ટર દિલીપભાઈ ઠક્કર રાપર કચ્છ
