02
માહિતી અનુસાર, જૂનાગઢના ધંધુસર ગામના માલદેભાઈ દીવરાણીયા પશુપાલનના વ્યવસાય સાથે ઘણા સમયથી સંકળાયેલા છે. તેમને વારસાગત રીતે આ બિઝનેસ સંભાળવા મળ્યો છે. જ્યારે માલદેભાઈએ પશુઓ માટે તબેલો બનાવ્યો હતો. ત્યારે તે ભેંસોની ખરીદીનો વિચાર કરી રહ્યા હતા. તે સમયે તેમના એક મિત્રએ તેમને સલાહ આપી હતી કે, જ્યારે પણ ભેંસની ખરીદી કરે ત્યારે વિચાર કરીને કરજે.