April 19, 2025 9:58 am

પાટણ સીટી બી ડિવિઝન પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર અને બીનઅધિકૃત રીતે માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજાના કુલ કિ.રૂ. ૨૯,૯૨૦/-ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી શાખા, પાટણ

અધિક પોલીસ મહનિદેશકશ્રી, એ.ટી.એસ. ગુજરાત સરકાર દ્રારા નોર્કોટીકસની બદી નાબુદ કરવા અંગે થયેલ હુકમો અન્વયે અને ગુજરાત રાજયને નશા મુકત કરવા અભિયાન હાથ ધરેલ હોઈ જે અનુસંધાને શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ-ભુજ તથા શ્રી વી.કે.નાયી સાહેબ પોલીસ અધિક્ષક પાટણનાઓએ આપેલ સુચના આધારે શ્રી જે.જી.સોલંકી પો.ઇન્સ., એસ.ઓ.જી શાખા પાટણનાઓ જીલ્લામાં નાર્કોટીકસ અંગેના કેશો શોધી કાઢવા સારૂ સતત પ્રયત્નશીલ હોઈ એસ.ઓ.જી.ની ટીમ પાટણ સીટી બી ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમ્યાન ખાનગી રાહે બાતમી મેળવી કે, અમિતભાઇ છોટાભાઇ રાવળ રહે. શંખેશ્વર વાળો ગે.કા. અને બીનધિકૃત રીતે માદક પદાર્થના જથ્થા સાથે પાટણ નવા બસ સ્ટેશન હાજર છે. જેની તપાસ કરતાં ઇસમ અમિતભાઈ છોટાભાઇ સોમાભાઇ રાવળ ઉ.વ.-૩૦ ધંધો-મજુરી રહે.શંખેશ્વર શિવ શક્તિ સોસાયટી, રાધે શોપીંગની બાજુમાં તા. શંખેશ્વર જી.પાટણવાળાને પોતાના કબ્જામાં ગે.કા.બીનઅધિકૃત માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજો જેનુ વજન ૨,૯૯૨ કિ.ગ્રામ જેની કિંમત રૂપિયા- ૨૯,૯૨૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૪,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી એન.ડી.પી.એસ.એક્ટકલમ-17(B),29 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ઇસમ તથા મુદ્દામાલ પાટણ સીટી બી ડિવિઝન પો.સ્ટે. સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) અમિતભાઈ છોટાભાઈ સોમાભાઈ રાવળ રહે. શંખેશ્વર શિવ શક્તિ સોસાયટી, રાધે શોપીંગની બાજુમાં તા. શંખેશ્વર જી.પાટણ

પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-

(૧) રજનીભાઇ નાનાલાલ પંડ્યા રહે. રાધનપુર આદર્શ સ્કુલની બાજુમાં તા.રાધનપુર જી.પાટણ

(૨) કોદરભાઈ આદિવાસી

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) ગે.કા.બીનઅધિકૃત માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજો જેનુ વજન ૨,૯૯૨ કિ.ગ્રામ

જેની કિંમત રૂપિયા- ૨૯,૯૨૦/-

(૨) મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૩૪,૯૨૦/-

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें