તારીખ 9 4 25 ના રોજ ભાભર ખાતે ૬૦ હજાર કિલોમીટરની પ્રવાસ દરમિયાન ભાભર લોહાણા મહાજન વાડી ખાતે વાવ રોડ ખાતે સંત શ્રી આચાર્ય મહા શ્રવણજી અને તેમના શિષ્ય સમુદાય તથા તેરાપંથી જૈન સમાજ સાથે પધાર્યા હતા.
બે દિવસના વિશ્રામ દરમિયાન ગુરુ મહારાજે મહાવીર જન્મ કલ્યાણ કથા તેમજ વ્યસન મુક્તિ .અહિંસા અને ભૌતિક. સાધનોનો ઉપયોગ બાબતે સૌને તેમની વાણીથી સંદેશો આપ્યો હતો.
ભાભર જૈન સંઘ લોહાણા મહાજન દ્વારા પૂજ્ય મહારાજ શ્રી તથા તેમના શિષ્યોને વંદન કરી ભાભરની ધરતી ઉપર પાવન પગલાં કરવા બદલ તેઓને વંદન કર્યા હતા.
બે દિવસ દરમિયાન ભાભર ખાતે સૌ કોઈ આપેલ સહકાર બદલ પૂજ્ય ગુરુ મહારાજ એ રાજીપો વ્યક્ત કર્યો હતો અને વ્યવસ્થાપક સમિતિએ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો.
અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા.
