બાબરાના ગમા પીપળીયામાં સંતશ્રી મામૈયા આપાની તિથીની ઉજવણી ધામધુમથી દર વર્ષે કરવામાં આવે છે.
તે પ્રમાણે આ વર્ષે પણ ચૈત્ર સુદ અગિયારસને મંગળવારે પૂજ્ય શ્રી મામૈયા આપાની તિથીની ઉજવણી ધામધુમથી કરવામાં આવી.તેમાં સવારે ૯ કલાકે ગુરુ ગાદી દેશળપીરની જગ્યાએથી પધારેલા મહંતશ્રી લક્ષ્મીદાસજી, મહંતશ્રી ચતુરદાસજી, મહંતશ્રી રસીકદાસજી અને રામાપીરની જગ્યાના મહંતશ્રી પરેશ બાપુના ના સામૈયા તબલાના તાલે અને મંજીરાના નાદે શેરી વળાવી સજજ કરૂ હરિ આવો ને.તેમજ જીલણીયા ગાતા ગાતા કરવામાં આવ્યાં.તેમજ આપાની જગ્યામાં ગામમાંથી ભાવિ ભક્તો દ્વારા ધજારોહણ કરવામાં આવતા સંતશ્રી મામૈયા આપાની જ્ય, ગુરૂ શ્રી દેશળપીરની જયના નાદ ભાવિ ભકતો દ્વારા સંભળાયા.ત્યારબાદ પધારેલા સાધુ, સંતો,મહંતો અને ગામના મંદિરના પૂજારીઓને હાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું..તેમજ ગમાપીપળીયામાં તમામ ભાઈઓ-બહેનો, વડીલો, માતાઓ, બાળકો તેમજ સીમમાં રહેતા તમામ માટે દર વર્ષની જેમ ધુમાડાબંધ હોવાથી સર્વોએ બપોરના પ્રસાદનો લાભ લીધો અને ધન્યતા અનુભવી.તેમજ આ વર્ષનું આયોજન ચાલુ વર્ષના પૂંજારી શ્રી ઈશ્વરદાસ કાનદાસ દેશાણી તેમજ સર્વો દેશાણીપરિવાર અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ. તેમ સ્થાનિક રીપોર્ટર શ્રી ભાનુભાઈ પાનશેરિયાની યાદીમાં જણાવાયું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
