જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે શ્રી કડિયાળી પ્રાથમિક શાળા માં વિદાય સમારંભ યોજાયો હતો.
તેમા આચાર્ય શ્રી ધર્મેશભાઈ ગોંડલીયા તથા જીતુભાઈ પરમાર એ દિપ પ્રાગટય કર્યું હતું.આ સમારંભમાં બાલવાટિકા તથા ધોરણ 1થી7 ની નાની નાની બાળા ઓ એ સ્વાગત ગીત, નૃત્ય ગીત અને વિદાય ગીત રજુ કરવામાં આવ્યું હતું.આ તકે શિક્ષક ગણ શ્રી ધર્મેશભાઈ ગોંડલીયા, રામભાઈ રામ, સંજયભાઈ ભાલીયા, યોગેશભાઈ બાંભણીયા, મંજુલાબહેન,બિનાકીબહેન, નમ્રતાબહેન,તથા દક્ષાબહેન કાર્યક્રમ ને સફળ બનાવવા ખુબ જ સુંદર કામગીરી કરી હતી.અને ધોરણ 8 નાં વિદ્યાર્થીઓ ને સન્માન પત્ર અને બોલપેન આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે શિક્ષક શ્રી તરંગભાઈ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી દિપાલીબહેન એ તમામ વિદ્યાર્થીઓને પાણીપુરી ખવડાવી હતી. કાર્યક્રમ નું સફળ સંચાલન સંજયભાઈ ભાલીયા એ કર્યું હતું.
રિપોર્ટર -જે.પી.પરમાર જાફરાબાદ
