પાલનપુર શહેરમાં વર્ષો થી પુરાણિક કંથેરીયા હનુમાનજી નું મંદિર આવેલું છે.આ મંદિર માં ૪૫ મો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે.
સવારે ૭ વાગ્યા થી સાંજે ૪ વાગ્યા સુધી મારૂતિ મહાયજ્ઞ યોજાશે . દર વર્ષે ની જેમ બહારથી પધારેલા મહંતો માટે ભંડારાનું આયોજન સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્યા સુધી રહેશે.બપોરે ૪થી સાંજના ૭ વાગ્યા સુધી શોભાયાત્રા નીકળશે.સાજના ૭થી ૮ વાગ્યા સુધી મહાઆરતી નું આયોજન કરવામાં આવેલ છે અને રાત્રે ૮ વાગ્યા પછી ભજન સત્સંગ નો કાર્યક્રમ યોજવામાં આવશે.સોરાષ્ટ અને ઉત્તર ગુજરાતના સંતો અને કલાકારો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ નું આયોજન શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી ક્ષિપ્રા ગીરીજી ના આશીર્વાદ થી કરવામાં આવશે
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
