પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના વાવડી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો જેમાં સાંતલપુર તાલુકાની ફાંગલી પ્રાથમિક
શાળાના બાળકો ઝળક્યાં હતા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં વિભાગ -૨ માં ફાંગલી પ્રાથમિક શાળા ના બાળકોએ પ્રથમ નંબર મેળવ્યો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં ભાગ લેનાર બાળકોમાં (૧) આયર દિનેશ જીવણભાઈ (૨) વાલ્મિકી મહેશ સુબાભાઈ તેમને માર્ગદર્શક અને તૈયાર કરનાર શિક્ષક ચૌધરી અનુજકુમાર દ્વારા કરવામાં આવ્યા હતા અને બન્ને ફાંગલી પ્રાથમિક શાળાના બાળકો ને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ફાંગલી પ્રાથમિક શાળા પરિવાર અને ફાંગલી ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા