દામનગર શહેરમાં. શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શ્રી હનુમાન જયંતિનાં પાવન પર્વ એ દામનગર થી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર સુધી રોડ રસ્તા ઉપર નિષ્કામ સેવા સ્ટોલ સંચાલક સંસ્થાન સંગઠનો સામાજિક સ્વેચિક મંડળો નાં કાર્યકરો નું શ્રી રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા વિશિષ્ઠ સન્માન કરાયું હતું દામનગર થી સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભૂરખિયા હનુમાનજીમાં દર્શને જતા પદયાત્રીઓ માટે પોરા રૂપભોજનપ્રસાદ અલ્પહાર ચા શરબત આઈસ્કીમ ઠંડા પીણા થેપલા ભજીયા શેરડી નાં રસ ફૂટ ડીશ જેવી અનેક ખાદ્ય સામગ્રી ઓનાં વિના મૂલ્યે પદયાત્રી ઓ માટે સેવા કરતા
સંગઠનો નાં સ્વયમ સેવી યુવાનો ની સરાહના કરતું બહુમાન કરાયું હતું શાલ શિલ્ડ અને શ્રી ભૂરખિયા હનુમાનજી ની સ્મૃતિ ચિન્હ અર્પી સન્માન કરી નિસ્વાર્થ સેવા ભાવ ની સૂપરે નોંધ લેવાય હતી અવિરત દિવસ રાત પદયાત્રી ઓએ માટે સેવારત સંસ્થા સંગઠનોનો ઉત્સાહ વધારી ગદગદિત કરતું સન્માન સત્કાર કરાયું હતું ચેત્રી પૂનમ નાં આગલા દિવસે રાત્રિએ શરૂથતીપદયાત્રા પૂનમની રાત્રી એ૧૨ પછી પૂર્ણ થતી પદયાત્રા માં સતત ૨૪ કલાક અવિરત નિસ્વાર્થ સેવા કરતા અસંખ્ય સેવા સંસ્થાન નાં સ્વયમ સેવી ઓની સેવા ન સત્કાર કરી દામનગર શ્રી રામજન્મોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા દરેક સેવા સ્ટોલ ઉપર જઈ ને ભવ્ય સન્માન કરાયુંહતું.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
