માનવી જેવો કોઈ ભાગ્યે જ સ્વાર્થી જીવ પૃથ્વી પર હોઈ શકે.
સ્વાર્થ પૂરો થયો નથી કે તેનો કાયમી હિસાબ કર્યો નથી.
સામાન્ય કોઈ શારીરિક તકલીફના કારણે મોઢાના ઉપરના ભાગમાં થોડી આડઅસર થઇ હશે પણ યોગ્ય સમયે કોઈ પણ પ્રકારની દવા ના કરવાનાં કારણે આ ઊંટના મોઢાના ઉપરના ભાગમાં ખુબ કીડાઓ લોહી અને માંસ ચૂસી જવાન શરીરને પણ અશક્ત કરી દીધું હતું.
આજે સવારે 9 વાગે ઊંઝા – ઐઠોર રોડ પર શ્રી કેવલેશ્વર મંદિર પાસે બહાર રોડ પર મરણતોલ હાલતમાં આ ઊંટ તરફડીયા મારી રહ્યો હતો.
ત્યાર પછી તુરંત સહયોગ ગ્રુપ, ઐઠોરના સેવકો આશિષ પટેલ, રવિ પટેલ, ગૌરવ સુથાર, સુરેશ ઠાકોર સાથે ઊંઝાના ભાવેશભાઈ બારોટ, મંદિરના સ્થાનિક સેવકો, અન્ય સેવાભાવી મિત્રોની મદદ અને ડૉ કેવલભાઈ પટેલ, ડૉ ગૌતમભાઈ રાવળ સાથે મળી ઉનાળાની સખ્ત ગરમીમાં પણ ખુલ્લામાં ઉભા રહી મોઢાના ઉપરના ભાગમાંથી ખુબ કીડા કાઢી આ ઊંટ ને ડ્રેસિંગ,યોગ્ય દવાઓ, ઇન્જેક્સન આપ્યા પછી પાદડાં ખાઈ, પાણી પી ઉભું થઇ જાતે થોડું ચાલે તેટલું સ્વસ્થ થયું.
સવાલ અહીં આવા સ્વાર્થી આવા માલિકો પર ઉઠે છે કે જેઓ પોતાના જ ધંધાકીય ઉપયોગ માટે આવા પશુઓ રાખે છે પણ શરૂઆતની તકલીફમાં સામાન્ય દવાઓ પણ નથી કરતા અને છેલ્લે વધુ તકલીફ થાય ત્યારે તેને રખડતું કરી દે છે. પરિણામે આવા પશુઓ જાતે શોધી – રખડીને ખોરાક – પાણી ના લેવા ટેવાયેલ હોવાથી ખોરાક અને મેડિકલ સારવારના અભાવમાં લાંબા સમય સુધી રિબાઈ-રિબાઈ ને મરે છે.
સુ આવા માનવી પશુઓ કરતા પણ હલકી કક્ષાના હશે,,!!
આવા પશુ-પક્ષીઓની હાય સુ છેલ્લે માનવીને અનેક રૂપે ભોગવવાની નહિ થાય??
હે રામ,
કેમ આમ,,!!??
અહેવાલ – આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
