રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ પાટણ દ્વારા ગત રાત્રી શુક્રવારના રોજ અંબાજી પદયાત્રીઓની રાત્રિ દરમિયાન સુરક્ષા કરી શકાય તે માટે સેફ્ટી રેડિયમ સ્ટીકર લગાવવાનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હતો.
રાત્રે ભાવિકો ચાલતા હોય ત્યારે કોઇ વાહન દ્રારા અકસ્માત ના થાય તે માટે યાત્રામાં ભાગ લેનાર ભાવિ ભક્તોની પીઠના ભાગે ટી-શર્ટ પર રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યા હતા, જેથી તેઓ રાત્રે વધુ દૃશ્યમાન રહી શકે અને તેમની સુરક્ષા વધારી શકાય.
આ પ્રોજેક્ટ 13 સપ્ટેમ્બર, 2024ના રોજ રાત્રે 8:00 વાગ્યે પાટણના સિદ્ધપુર ચારરસ્તા ખાતે યોજાયો હતો. રોટે. પૂર્વેશ પટેલ અને રો. દેવ રામી પ્રોજેક્ટ ચેરમેન તરીકે અને રોટે. ભગવાનભાઈ પટેલ, રો. મિલનભાઈ પટેલ, રોટે. નિરવ પટેલ, રો. શિવમ પટેલ વગેરેના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટની સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.
આ પ્રોજેક્ટને પદયાત્રીઓએ દ્વારા સારો આવકાર મળ્યો હતો અને આ પહેલને લોકોએ ખુ બી જ બિરદાવી હતી.