માણસા ખાતે માણસા શહેર ભાજપ તથા તાલુકા ભાજપ દ્વારા ભારતીય સંવિધાનના નિર્માતા ‘ભારત રત્ન’ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી ની 134મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે માણસા ખાતે બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ યોજાયો. જેમાં મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ , માણસા ધારાસભ્ય જે. એસ. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય, અમિતભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
