પાટણ જીલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારી પંડીત દિનદયાળ ગ્રાહક ભંડાર ખાતેથી અનાજ મેળવતા ૧૧,૭૧,૨૦૦ રેશનકાર્ડ લાભાર્થીઓમાંથી બાકી રહેલ ૦૨,૧૮, ૪૯૩ રેશનકાર્ડ લાભાર્થીઓનું ૩૦ એપ્રિલ સુધીમાં e-KYC કરાવવા જીલ્લા પુરવઠા અધિકારીશ્રીએ સાંતલપુર, રાધનપુર, શંખેશ્વર, સમી, હારીજ, ચાણસ્મા, સિધ્ધપુર, સરસ્વતી, પાટણ ગ્રામ્ય તથા પાટણ શહેર તાલુકા કક્ષાએ દુકાનદારો પોસ્ટ વિભાગના e-KYC કરતા કર્મચારીઓ અને તાલુકાના VCE સાથે મીટીંગ યોજવામાં આવી હતી.
અત્યાર સુઘીમાં સાંતલપુર તાલુકામાં ૭૮%, રાઘનપુર તાલુકામાં ૮૦%, સિધ્ધપુર તાલુકામાં ૮૪%, પાટણ ગ્રામ્ય તાલુકામાં ૮૩%, પાટણ શહેર તાલુકામાં ૮૦%, હારીજ તાલુકામાં ૭૭%, સમી તાલુકામાં ૮૦%, ચાણસ્મા તાલુકામાં ૮૪%, શંખેશ્વર તાલુકામાં ૮૩%, સરસ્વતી તાલુકામાં ૮૦% જેટલી કામગીરી થયેલ છે.
૧ મે-૨૦૨૫થી એન.એફ.એસ.એ. મળવા પાત્ર સબસીડી વાળુ અનાજ બંધ થવા બાબતે પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે દરેક એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ઘારકોએ તથા તેમાં સમાવિષ્ટ તમામ સભ્યોએ ૩૦ એપ્રિલ-૨૦૨૫ સુધીમાં e-KYC ફરજીયાત કરાવવાનું છે. જીલ્લા પુરવઠા તંત્ર દ્રારા ૩૦ એપ્રીલ સુધીમાં બાકી રહેલ અનાજ મેળવતા લાભાર્થીઓ ઘર બેઠા My Ration એપ્લીકેશન માધ્યમથી, ગ્રામ પંચાયત ખાતે ઇ-ગ્રામ સેન્ટરના VCE મારફતે, દુકાનદારો દ્રારા PDS+ એપ્લીકેશન મારફતે, મામલતદાર કચેરી ખાતે કે પોસ્ટ વિભાગના પોસ્ટ મેન દ્રારા e-KYC કરાવવા જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
