ચાણસ્મા મામલતદાર ભગવતી બેન ચાવડા તથા અન્ય અધિકારીઓ એ અંબાજી નજીક પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિધ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજીત સેવા કેમ્પ ની મુલાકાત કરી હતી.
જગવિખ્યાત અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને લઇને અત્યારથી માઇ ભકતો દ્વારા સંઘો લઇને પદયાત્રા કરી અંબાજી તરફ પ્રયાણ કર્યું છે ત્યારે તેમની રસ્તા પર સેવાનો લાભ લેવા વિવિધ સેવા કેમ્પ લાગી ગયા છે ત્યારે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિધ્ધપુર મિત્ર મંડળ દ્વારા પણ જલોત્રા ગામ નજીક ધોરી ગામ પાટીયા પાસે મેડિકલ સેવા તથા મકાઈ સેવ મમરા સહિત નો કેમ્પ ચાલુ કર્યો છે ત્યારે જે કેમ્પ ની ચાણસ્મા મામલતદાર ભગવતી બેન ચાવડા નાયબ મામલતદાર મહેશભાઈ લુહારીયા, શૈલેષ ભાઈ તથા સર્કલ પ્રતિક ભાઈ દ્વારા મુલાકાત કરતા ઉપસ્થિત ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ સહિત ના લોકો દ્વારા સન્માન કરાયું હતું