જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે ચૈત્ર વદ 3 બુધવાર તા.16/4/2025 ના રોજ સમસ્ત ગામ વતિ મકવાણા પરિવાર ના કુળદેવી માં ગેલ અંબે નો બારમો પાટોત્સવ ઉજવાયો હતો.આ પાટોત્સવ માં 151 કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો
તેમાં ત્રણેક જિલ્લા માંથી વિશાળ સંખ્યામાં યજમાનો તેમજ ભાવી ભક્તો એ લાભ લીધો હતો.અને ધન્યતા અનુભવી હતી.આ તકે જીલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન શ્રી કરસનભાઈ ભીલ, જાફરાબાદ તાલુકાના પ્રમુખ શ્રી, તેમજ ઉના તાલુકાના પ્રમુખ શ્રી એ ખાસ હાજરી આપી હતી.ગેલ અંબે માં ના ભુવા શ્રી જીલુભાઈ મકવાણાએ તથા સમસ્ત ગામ, તેમજ કડીયાળી ગામ નાં વિવિધ મંડળો એ આ ભગીરથ કાર્યમાં સેવા આપી હતી.
રિપોર્ટર -જે.પી.પરમાર.જાફરાબાદ
