Patan | પાટણ જિલ્લામાં આઈસીડીએસ શાખા પાટણ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી દરમિયાન વિવિધ શાખાઓને આવરી લઈ થીમ આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દ્વારા 8 માર્ચ 2018 ના રોજ પોષણ અભિયાન નું રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા માર્ચ-એપ્રિલ માસમાં જન જાગૃતિ માટે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
તે અંતર્ગત આઈસીડીએસ શાખા પાટણ દ્વારા સાતમા પોષણ પખવાડાની તારીખ 8 થી 22 એપ્રિલ સુધીની ઉજવણી દરમિયાન વિવિધ શાખાઓને આવરી લઈ થીમ આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આજ રોજ પાટણ જિલ્લામાં પોષણ પખવાડિયા અંતર્ગત થીમ મુજબ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા.
જેમાં પંચાયતના સભ્યો, ગ્રામજનોના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશરુપે કરવામાં આવી હતી. પોષણ સપ્તાહ અંતર્ગત સગર્ભા/ધાત્રી માતાને સ્તનપાન, પુરક આહાર, વિશે સમજણ આપવામાં આવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
