પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટીયા ગામ ખાતે ઓછું ભણેલો વ્યક્તિ ડોક્ટર બની દવાખાનું ચલાવતો હતો પાટણ એસોજીએ દવા ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યો રાધનપુર તાલુકાના લોટીયા ગામ ખાતે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે એક ઓરડીમાં માત્ર ઓછું ભણેલ શખ્સ બોગસ દવાખાનું ચલાવતો હોવાનુ પકડાયું
પાટણ એસ.ઓ.જી પોલીસે કરેલી રેડ ની અંદર ભાભર તાલુકાના બેડા ગામના 27 વર્ષેય જલાભાઈ વાલજીભાઈ દેવરાજભાઈ ઠાકોર ને પકડી પાડ્યો તે વ્યક્તિ લોટીયા ગામ ખાતે ઓરડામાં દવાખાનું ચલાવતો હતો આરોપી પાસે કોઈ મેડિકલ ડિગ્રી કે પ્રેક્ટિસ માટેનું સર્ટિફિકેટ નથી તે માત્ર અનુભવના આધારે દર્દીઓની સારવાર કરતો હતો પોલીસ તપાસ માં જાણવા મળ્યું કે આરોપી રોજના 10 થી 12 દર્દીઓની તપાસ કરતો હતો આ રીતે લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો હતો. પોલીસે દવાખાનામાંથી એલોપેથી દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો પકડી પાડ્યો છે પોલીસે આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દવાખાના માંથી પકડાયેલ દવા ઇન્જેક્શન ની કિંમત 4093 ની પકડી રાધનપુર પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
