રપાર પોલીસે ધાડના આરોપી હરેશ નામોરી રાઠોડ ને પકડવા માટે તેના ઘરે દરોડો પાડ્યો હતો.આ દરમિયાન આરોપીના પરિવારજનો એ પોલીસ ની કામગીરી માં અવરોધ ઊભો કર્યો હતો.આરોપીઓએ PSI નો કોલર પકડીને ઝપાઝપી કરી હતી.એટલુજ નહી રેડમાં સામેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ની છેડતી કરી હતી.PSI એ આરોપીના પરિવારના ૯ સભ્ય સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ ની અટકાયત કરવામાં આવી છે.
હુમલો કરનાર આરોપીઓ
1. નરેશ નામોરી
2. વિપુલ નામોરી
3. સચિન હરેશ રાઠોડ
4. સુનિલ હરેશ રાઠોડ
5. અશોક નામોરી રાઠોડ
6. ભાવના ડો/ઓ નામોરી રાઠોડ
7. મિતલ વા/ઓ હરેશ નામોરી રાઠોડ આ
તમામ આરોપીઓ રાપર કચ્છ ના આરોગ્ય કેન્દ્રની સામે રહે છે.
_હુમલા બાદ પોલીસ ની કાર્યવાહી
આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એલ. ફણેજા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ માં આરોપીઓએ પોલીસ ની કામગીરી માં રૂકાવટ કરી અને હથિયાર ધરાવવાનો ભંગ કર્યો છે. નરેશ નામોરીએ પોલીસ ની વરદી નો કોલર પકડીને ઝપાઝપી કરી હતી,જ્યારે અન્ય આરોપીઓએ પોલીસ સ્ટાફના સભ્ય ની છેડતી કરી હતી
_મોબાઈલ રેકોર્ડિંગ કરી લીધા
_ પોલીસે આ સમગ્ર ઘટનાક્રમને મોબાઈલ ફોન માં રેકોર્ડ કરી લીધો છે,જે આક્ષેપોને સાબિત કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.આ મામલે પોલીસ દ્વારા તમામ 9 આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર હરેશ ને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર બનાવ ના પગલે વાગડ વિસ્તારમાં ભારે ચકચાર પ્રસરી ગઈ છે.અને સ્થાનિક લોકો માં આ ઘટનાને લઇને ચિંતાનો વિષય બન્યો છે.
રિપોર્ટર સુનિલભાઈ રાપર કચ્છ
