પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓની રજૂઆતના પગલે જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તરફથી સમયસર વિગતો ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓને મળી રહે તે માટે સૂચનાઓ આપી હતી.
ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નિવૃત થયેલ સરકારી કર્મચારીઓના પડતર પેન્શન કેસની વિગતો વગેરે જેવા વિવિધ વિભાગોને સંલગ્ન પ્રશ્નોની જિલ્લા કલેકટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર, પાટણ ધારાસભ્યશ્રી કિરીટભાઇ પટેલ, ચાણસ્મા ધારાસભ્યશ્રી દીનેશજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એલ.પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી વી.એલ.બોડાણા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
