પાટણ જિલ્લામાં મોટા-મોટા સોલાર પાવર પ્રોજેકટો, જીનીંગ મિલો, ફેકટરીઓ, ઇંટોના ભઠ્ઠાઓ વિગેરે જેવા મોટા ઔલોગિક એકમોનું કામકાજ ચાલુમાં હોઇ તેમજ ચાણસ્મા – મહેસાણા હાઈવેનું તથા મોટા-મોટા મંદિરો તથા જીનાલયોના તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ-રસ્તાના મરામત અને નવિન કામો ચાલુ હોય તથા અન્ય બાંધકામના કામોમાં અને ખેતીકામ માટે બહારથી કે અન્ય રાજયોમાંથી મજુરો લાવી તેમનો મજુરી કામમાં મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે.
જે મજુરોને મજુર ઠેકેદારો/સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો દ્વારા લાવવામાં આવે છે. પાટણ જિલ્લાના રહેણાંક વિસ્તારમાં અને ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન, દેહ વ્યાપાર, અન્ય ગેરકાયદેસર કૃત્યો ચલાવવા, ઘરફોડ, ચોરી, લુંટ તથા અન્ય મિલ્કત વિરૂધ્ધના અને શરીર સબંધી ગુન્હાઓ આચરી પોતાના વતનમાં પરત જતા રહેતા હોય છે.
આવા ગુન્હાઓ વણ શોધાયેલા રહે છે અને આવા સંજોગોમાં જાહેર જનતાની સુખાકારી અને સલામતિની સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા અતિ આવશ્યક હોઇ જેથી સમગ્ર પાટણ જિલ્લામાં આવેલ સ્પા/મસાજ પાર્લર ખાતે કર્મચારીઓ/મજુરોને કામે રાખનાર સંચાલકો તેમજ ઔદ્યોગિક એકમો અને અન્ય જગ્યાઓએ પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) મજુરોને કામે રાખનાર મજુર ઠેકેદારો/સપ્લાયર્સ/ કોટ્રાકટરોને ખાસ સત્તા આપેલ વ્યકિત જયારે આવા મંજુરો લાવે ત્યારે તેઓના ફોટોગ્રાફ/આઇ.ડી. પ્રુફ સાથેની માહીતી સંબધિત પોલીસ સ્ટેશનમાં આપવા સારુ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ કલમ ૧૬૩ મુજબનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત મોકલી આપેલ છે.
પોલીસ અધિક્ષકશ્રી, પાટણની દરખાસ્ત અન્વયે ઉપરની વિગતે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા જાહેર જનતાની સુખાકારી અને સલામતિની સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા અતિ આવશ્યક હોઈ જેથી જનતાના જાન-માલ(મિલકત)ની સલામતી તથા સુરક્ષા માટે નિયંત્રણ મુકવા જરૂરી જણાય છે.
જે અંતર્ગત વી.સી.બોડાણા (GAS) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાટણ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા -૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જિલ્લામાં આવેલ સ્પા/મસાજ પાર્લર ખાતે કર્મચારીઓ/મજુરોને કામે રાખનાર સંચાલકો તેમજ ઔદ્યોગિક એકમો અને અન્ય જગ્યાઓએ પર પ્રાંતના (ગુજરાત રાજય બહારના) મજુરોને કામે રાખનાર મજુર ઠેકેદારો/સપ્લાયર્સ/ કોટ્રાકટરોને ખાસ સત્તા આપેલ વ્યકિત જયારે આવા મજુરો લાવે ત્યારે તેઓના ફોટોગ્રાફ/આઇ.ડી. પ્રુફ સાથેની માહીતી નીચે જણાવેલ કોલમો મુજબ ભરી સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
સ્પા/મસાજ પાર્લરના તથા સોલાર પાવર તથા ઈંટ્ટોના ભઠ્ઠા ઔધોગીક એકમોના સંચાલકો/મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો જ્યારે કર્મચારી મજુરો કામે રાખે ત્યારે સંબંધીત પોલીસ સ્ટેશનમાં નીચેના ફોર્મમાં માહિતી આપવાની રહેશે.
સ્પા/મસાજ પાર્લર વિ.ના સંચાલક / લેબર કોન્ટ્રાકટર મુકાદમ (સપ્લાયર્સ) નું નામ, સરનામું, મોબાઇલ નંબર, કર્મચારી / મજુરનું નામ, ઉં.વ.,
કર્મચારી / મંજૂરનું હાલનું સરનામું તથા મો.નં., કર્મચારી / મજુરના મુળ વતનનું સરનામુ/ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, હાલની ફરજનું સ્થળ / કંપનીનું નામ, કર્મચારી / મજુરના વતનના સ્થાનીક પોલીસ સ્ટેશનનું નામ તથા જિલ્લો અને તેનો સંપર્ક નંબર, કર્મચારી/ મજુરના વતનના આગેવાનનું નામ, સરનામુ, સંપર્ક નંબર, કર્મચારી/ મજુર અગાઉ કોઇ પોલીસ ગુન્હામાં પકડાયેલ હોય તો તેની વિગત, કયારથી સંચાલકે / મુકાદમે /કોન્ટ્રાકટરે કામ માટે રાખેલ છે?, કર્મચારી / મજુરના ઓળખ માટેનું આઈ.ડી.પ્રુફ (ફોટા સાથે), પાટણ જિલ્લામાં કઈ તારીખથી કામ કરે છે? અને કઈ તારીખે જવાના છે.?, કર્મચારી/મજુરનો તાજેતરનો ફોટો, કર્મચારી/મજુરના અંગુઠાનું નિશાન/સહી, સંચાલક/મુકાદમ/સપ્લાયર/કોન્ટ્રાકટરની સહી અને નામ સહિતની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
આ હુકમ તા.૧૭/૦૪/૨૦૨૫ થી તા.૧૫/૦૬/૨૦૨૫ (બંને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલિસ અધિકારીઓશ્રી આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
