આરોગ્ય વિભાગ સંકલનથી વજન ઉંચાઈ એચ. બી.કરેલ, કિશોરીઑને સ્વરુચિ ભોજન સાથેજ કિશોરીઓને કીટ આપવામાં આવી..
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકામાં સાથલી/ નાનાપુરા સેજા ની પૂર્ણા સખી સહસખી ની પૂર્ણા મોડ્યુલની તાલીમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જે કાર્યક્રમ અંતર્ગત CDPO અમીષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર , F. H. W આંગણવાડી કાર્યકર સાહિતના બહેનો હાજર રહ્યા હતા.
ICDS વિભાગ દ્વારા પૂર્ણા સખી અને સહ સખીની તાલીમ કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓને પૂર્ણા યોજના અંતર્ગત ટીએચઆર નો ઉપયોગ તેમજ thr માંથી બનતી વિવિધ વાનગીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કિશોરીઓને આરોગ્ય પોષણ શિક્ષણ,ખરાબ અને સારા સ્પર્શ ખરાબ સ્પર્શ ,માસિક અને સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત પોષણ આધારિત અલગ અલગ રમત રમાડવામાં આવી તથા તમામ કિશોરીઓનું આરોગ્ય વિભાગ ના સંકલનથી વજન અને ઉંચાઈ કરવામાં આવ્યું હતું અને તમામ કિશોરીઑને સ્વરુચિ ભોજન સાથે જ દરેક કિશોરીઓને કીટ પણ આપવામાં આવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
