મે. પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી ચિરાગ કોરડીયા સરહદી રેન્જ કચ્છ ભુજ નાઓના પત્ર ક્રમાક:-આર.બી./જી-૧/સ્પેશ્યલ ઝુંબેશ/૩૧૭૯/૨૦૨૫ તા. ૦૮/૦૪/૨૦રપ આધારે નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ તા.૧૩/૦૪/૨૦૨૫ થી તા.૨૨/૦૪/૨૦૨૫ દિન-૧૦ માટે રેન્જ કક્ષાએ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અન્વયે મે. પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ પાટણનાઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બૌ. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સિધ્ધપુર પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૭૦૩૦૨૪૦૯૬૩/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૪ર૦,૪૦૬, ૧૧૪ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી જાવીદભાઇ ઉર્ફે રાજુભાઇ ઇસ્માઇલભાઇ શેખ ઉ.વ.૩૦ રહે.મુળ નંદાસણ ઇન્દિરાનગર તા. કડી જી.મહેસાણા હાલ રહે.કલોલ બોરીસણા રોડ રાવળવાસ છાપરામા તા.કલોલ જી.મહેસાણા વાળો હાલમા તાવડીયા ચોકડી ખાતે હાજર છે. જે હકિકત આધારે સદર ગુનાના નાસતા ફરતા આરોપી જાવીદભાઇ ઉર્ફે રાજુભાઇ ઇસ્માઇલભાઇ શેખ ઉ.વ.૩૦ રહે.મુળ નંદાસણ ઇન્દિરાનગર તા.કડી જી.મહેસાણા હાલ રહે.કલોલ બોરીસણા રોડ રાવળવાસ છાપરામા તા.કલોલ જી. મહેસાણા વાળાને પકડી પાડી બી.એન.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ સિધ્ધપુર પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ નાસતા ફરતા આરોપીની વિગતઃ-
(૧) જાવીદભાઇ ઉર્ફે રાજુભાઇ ઇસ્માઇલભાઈ શેખ ઉ.વ.૩૦ રહે.મુળ નંદાસણ ઇન્દિરાનગર તા.કડી જી.મહેસાણા હાલ રહે.કલોલ બોરીસણા રોડ રાવળવાસ છાપરામા તા.કલોલ જી.મહેસાણા
ગુન્હાની વિગતઃ-
(૧) સિધ્ધપુર પો.સ્ટે પાર્ટ એ ગુ.૨.નં.૧૧૨૧૭૦૩૦૨૪૦૯૬૩/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૪૨૦, ૪૦૬, ૧૧૪ મુજબ
