તા- 20-4-25 રવિવારે હિન્દુ ધર્મના પ્રચાર – પ્રસાર સાથે જીવદયાનુ મહાકાર્ય કરતી સનાતન જીવદયા સમિતિ પાટણ દ્વારા તેમના સ્થાપનાના ત્રીજા વર્ષની ખુશીમાં હરી ૐ ગૌ શાળા, અનાવાડા, પાટણમાં આશરે 200 કરતા વધુ બીમાર ગાયોને 120 કિલો બાજરીના રોટલા અને 11,550 કિલો તડબૂચ કાપી જમાડવામાં આવ્યા, સાથે સાથે ગૌશાળાના ગોવાળો અને તમામ સ્ટાફને પણ ભરપેટ ગુજરાતી ભોજન કરાવવામાં આવ્યું.
આદર્શ ઉદાહરણ રૂપ બનેલી,અનેક પ્રકારની જીવદયાની પ્રવૃત્તિઓ કરતી આ સંસ્થાના સત્કાર્યોની સુવાસ આખા પાટણ નગરમાં ફેલાઈ રહી છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
