માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા 8 માર્ચ 2018 ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ છે.
આ સાત માં પોષણ પખવાડિયાની તારીખ 8 એપ્રિલથી 22 એપ્રિલ 2025 સુધી ઉજવણી કરવાનું નક્કી થયેલ છે.
બનાસકાંઠા જિલ્લાના કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ના યોગ્ય માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોગ્રામ અધિકારી icds શાખા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના વિવિધ વિભાગોના સંકલનથી પોષણ પખવાડિયા 2025 ઉજવણી કરવામાં નક્કી થયેલ છે.
પોષણ પખાડીયા 2025 ઉજવણી અંતર્ગત ઘટક ભાભર ના રૂની સેજા માં સગર્ભા ધાત્રી માતાઓને 1000 દિવસનું મહત્વ પોષણ ટ્રેક્ટર એપ્લીકેસન માં લાભાર્થી મોડ્યુઅલ વિશે સમજ તેમજ સેમ અને મેમ બાળકોનું વ્યવસ્થાપન વિશે જાણકારી આપી સિ મેમ પ્રોગ્રામ વિશે સમજ આપવામાં આવી હતી. તેમજ વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત કિશોરીઓ ધાત્રી માતાઓ અને અન્ય મહિલાઓ ને આજના કાર્યક્રમ ના આયોજનની સમજણ આપેલ. અને પોશન શપથ લેવડાવવામાં આવેલ જેમાં મુખ્ય સેવિકા જશીબેન પરમાર. કિશનભાઇ વાઘેલા તેમજ સેજાના તમામ કાર્યકર બહેનો આરોગ્ય શાખામાંથી નર્સબેન. આશા વર્કરબેન. સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ સુનિલભાઈ ભાભર બનાસકાંઠા.
