અમરેલી, 21 એપ્રિલ 2025: ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતીના પાંખવાડીક કાર્યક્રમના ભાગરૂપે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ, લાઠી રોડ, અમરેલી ખાતે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ અને સંગઠન પ્રભારી (અમદાવાદ જિલ્લા ભાજપ) શ્રીમતી વંદનાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં શ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રીમતી વંદનાબેન મકવાણાએ ડો. બાબાસાહેબ આંબેડકરના દેશના ઉત્થાન, દલિતો, શોષિતો, વંચિતો અને મહિલાઓના સશક્તિકરણ માટેના બંધારણીય અને કાયદાકીય યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું કે ભાજપની સહયોગી સરકાર દ્વારા ડો. આંબેડકરને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભાજપ દ્વારા ડો. આંબેડકરના જીવન સાથે સંકળાયેલા પાંચ મહત્વના સ્થળો – જન્મભૂમિ, શિક્ષાભૂમિ, દીક્ષાભૂમિ, મહાપરિનિર્વાણભૂમિ અને ચેતન્યભૂમિ – એટલે કે પંચતીર્થનું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશેની માહિતી ઉપસ્થિત યુવાનોને આપવામાં આવી હતી.
ડો. આંબેડકરના એકતા, સમાનતા અને શિક્ષણના સંદેશોએ ઉપસ્થિત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, ભાજપ સંગઠનના યુવાનો અને હાજર રહેલા તમામને મંત્રમુગ્ધ કર્યા.
કાર્યક્રમના અંતે શ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રીમતી વંદનાબેન મકવાણા અને કેશોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન શ્રી મનસુખભાઈ મકવાણા સાથે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહામંત્રી શ્રી ઉપેન્દ્રભાઈ બસિયા, શ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી મનોજભાઈ મહિડા, કાર્યાલય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચાવડા, મહામંત્રી શ્રી સંદીપભાઈ સોલંકી, શ્રી લલીતભાઈ મારૂ, શ્રી વિપુલભાઈ બગડા, શ્રી હિતેશભાઈ પરમાર, શ્રી ભરતભાઈ મયાત્રા, શ્રી જીગ્નેશભાઈ દાફડા સહિતના કાર્યકર્તાઓએ સંવાદ સાધ્યો હતો.
આ યુવા સંમેલન ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને યોગદાનને યુવા પેઢી સુધી પહોંચાડવાનો એક સફળ પ્રયાસ હતો.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
