April 25, 2025 1:44 am

Patan | સાંતલપુરના હમીરપુરા ગામના યુવાને UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી..

વિપુલ ચૌધરીએ 348મો રેન્ક મેળવ્યો, લાંબા સંઘર્ષ બાદ સફળતા પ્રાપ્ત કરી..

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલભાઇ ચૌધરીએ UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી છે.348મો રેન્ક મેળવીને ઈતિહાસ રચ્યો છે. ત્યારે આ સફળતા સાથે તેઓ ભારત દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં જોડાવા માટે પસંદગી પામ્યા છે.જેને લઈને ગામમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં યુવાનની વાજતે ગાજતે અને સામૈયા સાથે ડીજેના તાલે વધાવી શુભકામનાઑ પાઠવી હતી.વિપુલ ચૌધરીની સફળતાની પાછળ લાંબો સંઘર્ષ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં રિસોર્સની ઘણી કમી હતી. ત્યારે આર્થિક મુશ્કેલીઓ અને યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમની સફળતાની યાત્રા લાંબી બની તેમ જણાવ્યું હતુ.હમીરપુરા ગામ ખાતે વિપુલભાઇ ની આગવી ઓળખ ઉભી થતાં ગામલોકો સહીત સમાજના લોકોએ ગૌરવ અનુભવી રહ્યા છે.

2015માં શાળામાં એક શિક્ષક દ્વારા IAS અધિકારીની ભૂમિકા વિશે જાણ્યા બાદ વિપુલને આ ક્ષેત્રમાં જવાની પ્રેરણા મળી હતી. ત્યારે 2021માં કોલેજ પૂર્ણ કર્યા બાદ તેમણે UPSC માટેની તૈયારી શરૂ કરી હતી. જેમાં લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા વિપુલે સમાજનો સહયોગ મેળવીને આ સફળતા હાંસલ કરી છે.અને આજે સમસ્ત સમાજ સહીત ગામનું અને પરિવાર નું નામ રોશન કર્યું છે.

ત્યારે વિપુલ ચૌધરીનું માનવું છે કે દરેકની સફળતાની યાત્રા કંઈક ને કંઈક અલગ હોય છે. તેમણે વિસ્તારના યુવાનોને સંદેશ આપ્યો છે કે પોતાની મહેનત અને જાત પર વિશ્વાસ રાખવાથી મોડું-વહેલું સફળતા જરૂર મળે છે. તેમની આ સિદ્ધિ સમગ્ર પાટણ જિલ્લા માટે ગૌરવની વાત બની છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્રોત બની રહેશે તેવું જણાવ્યું હતું.

GPSC ના ઈન્ટરવ્યુમાં નાપાસ થનાર યુવાએ UPSC માં બાજી મારતા GPSCની કાર્ય પદ્ધતિ સામે પણ અનેક સવાલો:

પાટણ જીલ્લાના હમીરપુરા ગામના ચૌધરી યુવાને UPSCમાં બાજી મારી છે. ત્યારે GPSCની મુખ્ય પરીક્ષામાં યુવાને 429 ગુણ મેળવ્યા હતા.પરંતુ GPSC ના ઈન્ટરવ્યુમાં નાપાસ થનાર આ યુવાએ UPSC બાજી મારી છે ત્યારે GPSCની ઈન્ટરવ્યુમાં 20 માર્ક્સ મળતા યુવક નાપાસ થયા હતા.ત્યારે જીપીએસસીની કાર્ય પદ્ધતિ સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें