ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી મંગળવાર ના રોજ પોતાના જીવનના 74 વર્ષ પૂર્ણ કરી 75 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો આયોજિત કરી દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર ભાઈ મોદીના તંદુરસ્ત જીવનની કામના સાથે તેઓના જન્મ દિવસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા દ્વારા રક્તદાન એ જ મહાદાન ના મંત્રને ચરિતાર્થ કરવા પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ એસ કે બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાંઆવ્યું હતું.પીએમ મોદીના જન્મદિવસ નિમિતે પાટણ શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવેલ રક્તદાન કેમ્પમા પાટણ શહેર
ભાજપ પ્રમુખ કિશોર
ભાઈ મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતના કાર્યકરોએ સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરી 75 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે પાટણ શહેરમાં શહેર ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસ કે બ્લડ બેન્ક ખાતે આયોજિત આ રકત દાન કેમ્પ દરમ્યાન પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મનોજભાઈ પટેલ, યુવા મોરચાના વિવેક પટેલ, ગૌરવ પ્રજાપતિ, સહિત પાટણ શહેર ભાજપ અને યુવા ભાજપ મોરચાના આગેવાનો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.