April 25, 2025 1:45 am

Patan | પાટણ જિલ્લાના રાધનપુરમાં વિકાસના દાવા કરતી ભાજપ સરકારના અતિ વિકાસથી લોકો ત્રાહિમામ

રાધનપુરના મસાલી રોડ પર આવેલ રાજનગર સોસાયટીના આગળના ભાગમાં ગટર લાઈન તૂટી જવાથી ત્યાં ગટરના પાણીનું તળાવ સર્જાયું રાજનગરના રહીશોની વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરે છે રાધનપુર નગરપાલિકામાં ભાજપની રચના થાય તો વિકાસ થાય તેવી વાત કરતાં પાલિકાના સભ્યો પોતાના વિકાસના કામે લાગી ગયા અને જનતાના હાથમાં એ જ પ્રશ્ન ઉભો રહી ગયો કે વિકાસ કોનો જનતાનો કે નેતાઓનો ખરેખર વિકાસના નામે મોટા દાવા કરતી સરકાર ખરેખર વિકાસમાં નિષ્ફળ નીવડી જે મશાલી રોડ ઉપર ખુદ ધારાસભ્ય રહે છે તો એમને આ દેખાતું ના હોય તો આ વિકાસ ક્યાં જઈ અટકશે તેવી લોક મૂકે ચર્ચા થઈ રહી છે જો આ ગટરના પાણીની સત્વરે નિકાલ નહીં કરવામાં આવે તો ત્યાં રોગચાળો ફાટી નીકળવાનો રહીશોને ભય છે રાધનપુર નગરપાલિકા રહીશોના પ્રશ્નોને લઈ કોઈપણ હકારાત્મક પગલાં લઈ સત્વરે આ પ્રશ્નનો યોગ્ય નિકાલ કરવો જોઈએ

રાધનપુરના મસાલી રોડ પર આવેલી રાજનગર સોસાયટી જેમાં કુલ 50 મકાનો છે સામે આનંદ નગર સોસાયટી જેમાં 52 મકાનો છે અને બાજુમાં છે નવનિર્માણ વિદ્યાલય આવેલ છે આ બધાની વચ્ચે રોડની સાઈડ નો દસ પ્લોટ ના ખાડામાં ગટરનું પાણી છેલ્લા છ મહિનાથી ભરેલું છે ખૂબ જ દુર્ગંધ આવે છે મચ્છર ખૂબ જ વધી ગયા છે રોગચાળો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે 100 થી પણ વધારે મકાન માલિકો ખૂબ જ પરેશાન છે નગરપાલિકામાં વારંવાર જાણ કરી છતાં પણ કોઈ જ ઉકેલ આવતો નથી

રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें