આગામી મહિને ખાતમુહૂર્ત કરાયા બાદ આગળના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે
જિલ્લા મથક પાટણ ખાતે નવી બંધાનાર જિલ્લા કલેકટર કચેરીની પ્રારંભિક કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે.પાટણ જિલ્લા પંચાયત કચેરીની બાજુમાં સિંચાઈ, સુજલામ સુફલામ અને નર્મદા યોજના વિભાગની કચેરીઓના વિશાળ કેમ્પસમાં નવી કલેકટર કચેરીનું નિર્માણ કરવા અહીંના જુના મકાનો અને અન્ય સામાન દૂર કરાયા બાદ હાલમાં જમીન સમ
તળ અને સાઈટ સેટપની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અહીં અંદાજિત રૂ .૨૨ કરોડના ખર્ચે નવી કલેકટર કચેરી બનનાર છે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળની બનશે. તે ઉપરાંત પાર્કિંગ શેડ,રોડ અને બગીચો સહિતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવનાર હોવાનું કોન્ટ્રાકટર એજન્સીના સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ નવા કલેક્ટર કચેરીના બિલ્ડીંગ નું આગામી મહિને ખાત
મુહૂર્ત કયૉ બાદ વિધિવત રીતે કામગીરી આગળ વધારવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતુ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
