August 21, 2025 10:50 am

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોને ઐઠોર ગામવાસીઓએ કેન્ડલ માર્ચ, પ્રાર્થના, મૌન સહીત શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલાના સમાચાર આખા માનવસમાજ માટે દુઃખદાયક છે.

આવી શરમજનક ઘટનામાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે અને આતંકવાદના વિરુદ્ધમાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના સૌ દેશપ્રેમી નાગરિકોએ આજ 25-04-25 શુક્રવારના રોજ રાત્રે 8:30 કલાકે ઐઠોર ગ્રામ પંચાયત પાસે એકઠા થઇ શ્રી ગણપતિ મંદિર સુધી બેનર સાથે કેન્ડલ માર્ચ યોજી હતી. મંદિરમાં દાદાને પ્રાર્થના કરી સત્સંગ હોલમાં 2 મિનિટનું મૌન પાળી ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ આયોજનમાં મોટી સંખ્યામાં ઐઠોરવાસીઓ હાજર રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal