પાલિકા પ્રમુખ દ્રારા કેનાલ ને સ્વચ્છ રાખવા કેનાલમાં બિનજરૂરી કચરો ન ફેકવા શહેરીજનોને અપીલ કરી હતી.પાટણ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતી અને ખોરસમ આધારિત નર્મદાનાં નીરનું વહન કરીને સિધ્ધિ સરોવરનાં કાંઠે આવેલા વોટર ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી પહોચાડતી પદ્મનાથ કેનાલમાં લોકો દ્વારા અવાર નવાર ગંદકી સહિત વધારાની ચીજ
વસ્તુઓ ફેકવામાં આવતી હોવાના કારણે કેનાલમાં ગંદકી નું સામ્રાજ્ય સર્જાતું જોવા મળતું હોય છે જેના કારણે કેનાલની સ્થિતિ પણ દયનીય બની છે.
પાલિકા તંત્ર દ્વારા સમયાતંરે જેસીબી દ્વારા કેનાલ ની સફાઈ કામગીરી હાથ ધરી કેનાલ ને સ્વચ્છ બનાવવામાં આવતી હોય છે ત્યારે કેટલાક ટેવાયેલા લોકો સફાઇ કરેલ કેનાલમાં પુનઃગંદકી ફેલાવી કેનાલ ને દુષિત કરતાં હોવાથી પાલિકા તંત્ર દ્વારા કરાયેલ કામગીરી ઉપર માછલાં ધોવાતા હોય છે.
ગુરૂવારે પુનઃ પાલિકા તંત્ર દ્વારા બે જેસીબી મશીન
ની મદદથી ઉપરોક્ત કેનાલ મા ખડકાયેલી ગંદકી ઉલેચી કેનાલ ને સ્વચ્છ બનાવવામાં આવી હતી.
સ્વચ્છ બનાવેલ કેનાલ કાયમી ધોરણે સ્વચ્છ બની રહે તેવા ઉદેશ સાથે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે શહેરીજનો ને કેનાલ ની ખુબસુરતી કાયમ બની રહે તે માટે કેનાલમાં બિન જરૂરી કચરો ન ફેકવાની અપીલ કરી હતી.