April 30, 2025 4:31 am

Radhanpur | રાધનપુર તાલુકાના સરકારપુરા ગામમાં એસો સલીમભાઈની રહેમ નજર હેઠળ રૂ. 8 (આઠ)લાખના ખર્ચે નખાયેલ પાણીની પાઇપ લાઈનના કામમાં ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ

એસો સલીમભાઈ એમ. બી ખોટી ઉમેરી બિલ પાસ કરી કોન્ટ્રાકટરોને છાવરતા હોવાનો જાગૃત નાગરિકનો ખુલાસોઆવી

રાધનપુર તાલુકાના પંચાયતમાં એસો સલીમભાઈ તેમજ કોન્ટ્રાક્ટરો સામે અગાઉ ગેરરીતિની ઘણી ફરિયાદો ઉઠી છે ત્યારે વધુ એક ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ ઉઠી છે રાધનપુર તાલુકા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આઠ લાખ રૂપિયાની પાણીની પાઈપલાઈન નાંખ્યા વિના જ ખોટા આધાર-પુરાવાઓ ઉભા કરી તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ રજુ કરી ગેરકાયદેસર રીતે ગુનાહિત કૃત્ય આચરીને બારોબાર આ કામના નાણાં તાલુકા પંચાયત કચેરી, રાધનપુર પાસેથી મેળવી લેવાની ફિરાકમાં છે સરકારપુરા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ કોન્ટ્રાક્ટર હરેશભાઈ શંકરભાઈ ચૌધરી તમામે એક-બીજાના મિલાપીપણામાં આ કૌભાંડ આચરી સરકારશ્રી સાથે ગંભીર છેતરપીંડી કરી રહ્યા છે આ કામ ટેન્ડર અને એસ્ટીમેટની વિરૂધ્ધ જઈને પૂર્ણ કરી દેવાની પેરવી ચાલી રહેલ છે ટેન્ડર મુજબ ૧૧૦૦ મીટરના માપની પાઈપલાઈન નાંખવાની હતી તેનાથી ઓછા માપની પાઈપલાઈન સ્થળ ઉપર નાખી તેમજ હલકી ગુણવત્તાની એટલે કે આઈ.એસ.આઈ. માર્કા વિનાની પાઈપલાઈન નાંખી કામ પૂર્ણ કરી પેમેન્ટ મેળવવા માટે જે બીલ રજુ કરવાના છે તે બીલ આઈ.એસ.આઈ. માર્કા વાળી પાઈપલાઈનનું ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે રજુ કરવાની ફિરાકમાં છે જેને લઈને જાગૃત નાગરિક ધ્વરા લેખિતમાં રજુયાત કરી બિલ રોકવામાં આવે તેમજ ભ્રષ્ટાચારિયો પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें