આજ મહા પુણ્યદાયી અખાત્રીજ તા. 30-4-2025, બુધવારના રોજ આર. કે. ફાઉન્ડેશન ઊંઝા અને ગ્રેનસ ઓર્ગેનાઇજેશન કો-ઓર્ડીનેટર હિતેષ પટેલ (HH) ની પ્રેરણાથી ઠંડી મસાલા છાશ વિતરણ કેમ્પનુ આયોજન
બસ સ્ટેશન ઊંઝા ખાતે કરવામાં આવેલ હતું. સંસ્થા સભ્યોના સહયોગથી 840 લીટર (8400 – ગ્લાસ) ઠંડી મસાલા છાશ વિતરણ કરવામાં આવી હતી.
આવતા જતા રાહદારીઓ અને મુસાફરો એ તેનો લાભ લઇ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
