પાંજરાપોળ એટલે જ્યાં દર વર્ષે હજારો નિરાધાર, દુઃખી, અબોલ જીવો સારવાર સાથે સલામતી મેળવતા હોય તે સ્થાન.
વર્ષોથી આ સેવાના સંચાલન અને દાતામાં મોટાભાગે જૈન ધર્મ સૌથી વધુ રસ લે છે તેમ કહેવું કદી ખોટું ના હોઈ શકે.
સિદ્ધપુર પાંજરાપોળમાં અધતન સુવિધા સાથેનો એક શેડ જેમાં 250 ગાયો રહી શકે તેવો શેડ દાતાઓના સહકારથી સંપૂર્ણ તૈયાર થઇ ગયો છે,
આજે 30 એપ્રિલ-25 બુધવારે સંસ્થાની હોદ્દેદારોની મળેલી મિટિંગમાં
બીજો નવો શેડ જેમાં 450 ગાયોનો સમાવેશ થઇ શકે તેવો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને આ નવીન શેડનો સંપૂર્ણ ખર્ચ રૂપિયા 51 લાખ સિદ્ધપુર નિવાસી શેઠ શ્રી દોલતરામ વેણીચંદ મહેતા તથા શેઠ શ્રી ભીખાલાલ વેણીચંદ મહેતા પરિવારે ખુબ ઉદારતા પૂર્વક આપવાનું નક્કી કર્યું છે.
સિદ્ધપુર પાંજરાપોળના સંચાલકોએ તે સમગ્ર પરિવારનો ખુબ ભાવપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
લાખો દુઃખી જીવોના આશીર્વાદ સદાય તેમના પરિવાર પર બન્યા રહેશે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
