ભવાની પુર નિવાસી રતનબેન નારણ સંઘાર તેમના પતિ અને બહેન સાથે રાપર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવા માટે બસ સ્ટેશને આવ્યા હતા. ભુજ-રાપર રૂટની બસમાં ચડતી વખતે તેમના ગળામાંથી 13 ગ્રામની સોનાની ચેન અને પેન્ડલ ગાયબ થઈ ગયા હતા.આ ચેનની કિંમત આશરે 95 હજાર રૂપિયા છે.
રતનબેનને શંકા જતાં તેમણે તરત જ બૂમાબૂમ કરી. કેન્ટીન સંચાલક અને પરિજનોની મદદથી શંકાસ્પદ મહિલાને પકડી લેવામાં આવી હતી.પકડાયેલી મહિલાને પોલીસ મથકે લઈ જવાય હતી,જ્યાં પોલીસ તપાસમાં આરોપી મહિલાની ઓળખ અમદાવાદની હંસાબેન રમેશ રાવળ તરીકે થઈ છે. તેની પાસેથી ચોરી કરેલી ચેન અને પેન્ડલ મળી આવ્યા છે.
પોલીસે આરોપી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેના સાથીદારો અંગે પણ તપાસ ચાલી રહી છે. ભચાઉમાં વધી રહેલી ચોરી અને લૂંટની ઘટનાઓથી નગરજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ
