એકબાજુ સરકાર હરઘર નલ સે જલ તેમજ ટેન્ટર મુક્ત ગુજરાતના દાવાઓ કરે છે પરંતુ હજુ પણ પાટણના અંતરિયાળ ગામોમાં હરઘર નલ તો છે પરંતુ એ નલ થકી જલ નથી જેથી કરી ગ્રામ્ય વિસ્તારમાં ટેન્કરો દ્વારા પીવાનાનું પાણી મેળવવા મજબુર બન્યા છે તો બીજી બાજુ સાંતલપુરના ગામોમાં નર્મદા કેનાલ થકી પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ છેલ્લા એક મહિનાથી કેનાલ રીપેર કરવાંની કામગીરી ના કારણે પાણી બંધ કરવામાં આવતા છેવાડાના ગામોંની હાલત કફોડી બનાવા પામી છે અને ટેન્કરના સહારે ક્યાંક પુરવઠા વિભાગ પહોંચાડી રહ્યું છે.
સાંતલપુર તાલુકાના ફાંગલી, એવાલ,જાખોત્રા, બાબરા, બરારા,મઢુત્રા,ચારણકા સહીત ના ગામોમાં ભર ઉનાળે પાણીની વિકરાળ સમસ્યા જોવા મળી રહી છે, આ ગામોંમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, મહિલાઓ ઘર કામ મૂકી વહેલી સવારે ગામમાં આવેલ પાણીના સંપે પહોચી જાય છે તે સંપમાં ટેન્કર દ્વારા પાણી ઠલવાયા પછી મહિલાઓ કલાકો રાહ જોયા બાદ એક કે બે બેડા જેટલુ મળ્યું તેટલું ભરીને જાય છે આ વિસ્તારમાં ક્યાંક પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના ટેન્કર મોકલી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તો ક્યાં ગામલોકો 1200 થી 1500 રૂપિયા ખર્ચી પ્રાઇવેટ પાણીનું ટેન્કર મંગાવી રહ્યા છે પરંતુ તેમ છતાં પૂરતું પાણી તો કોઈને નસીબ થતું નથી.
આ વિસ્તામાં નર્મદાની મુખ્ય કેનાલ થકી પીવાનું પાણી પહોચાડમાં આવી રહયું હતું પરંતુ કેનાલ રીપેર કરવાનાની કામગીરીને કારણે કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા કેનાલ સાવ કોરીધાકર જોવા મળી રહી છે તંત્ર દ્વારા યોગ્ય સુવિધાના કરાતા ગામ લોકોને પીવાના પાણીની સમસ્યા સામે ઝંઝૂમ વાની સ્થિતિ ઉભી થવા પામી છે, એક બાજુ સાંતલપુર ના ચોરાળ વિસ્તારમાં આહીર અને રબારી સમાજમાં લગન સીઝન ચાલુ છે અને ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉધભવતા ગામ લોકોમાં તંત્ર સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, ગામ લોકો કહી રહ્યા છે આ સમસ્યા આજ ની નથી છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તાર પાણીની સમસ્યા સામે ઝંઝૂમી રહ્યો છે પરંતુ તંત્ર આ સમસ્યાઓનું યોગ્ય સમાધાન આજ દિન સુધી કરી શક્યું નથી,નર્મદા કેનાલ કેનાલ થકી પાણી આપાય છે પરંતુ જયારે ઉનાળાની શરૂઆત થાય ત્યારેજ એન કેન પ્રશ્નનો ને કારણે કેનાલમાં પાણી બંધ કરવામાં આવે છે અને પાણી માટેના વલખા મારવા પડે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
