ચેકીંગ પછી સમીમાં 25 થી વધુ ગેરકાયદે કનેક્સનો કાપવામાં આવ્યા,સમી પાણી પુરવઠા વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું..
ચેકીંગ દરમ્યાન અનેક ગેર કાયદેસર કનેક્શનો હાથ લાગ્યા,પાણી પુરવઠા દ્વારા 50 જેટલા કલેક્શન કાપવામાં આવ્યા..
પાટણ જિલ્લાના છેવાડાના તાલુકામાં એક બાજુ પીવાના પાણીની સમસ્યા છે. તો બીજી તરફ ગેરકાયદેસર પાણીના કનેકશનોને લઈને પાણી ચોરી કરતા તત્વો સામે હવે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ તપાસ કરાઈ હતી.જે તપાસ બાદ હવે પાણી જોડાણો કાપવાની ઝૂંબેશ દરમિયાન સમી તાલુકાના વિવિધ ગામડાઓમાં જઈ તપાસ કરી અંદાજે ૨૫ થી વધુ ગેરકાયદેસર જે કનેકશનો છે તે કાપવામાં આવ્યા છે.
સમી પાણી પુરવઠા કચેરી દ્વારા સમી તાલુકાના ૫૦ જેટલાં ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે પાઇપ લાઈન દ્વારા વ્યવસ્થા કરવામા આવી છે.ત્યારે સમી પંથક મા હાલ પીવાનું પાણી અપાય છે. પરંતુ કેટલાક ગામડાઓમાં પાણી પહોંચતું ન હતું તેવી ફરિયાદો આવતા પાણી પુરવઠા કચેરી દ્વારા પોલીસ સ્ટાફ સાથે રાખી તપાસ કરતા ગેર કાયદે કનેકસનો હાથ લાગ્યા હતા.જે ગેર કાયદેસર કનેકશનોમાં જોઈએ તો ખેડૂતો, સોસાયટી વિસ્તાર, ગેરેજ, સહીત બિન કોમરસીયલ રીતે પાણીની પાઈપ લાઈન તપાસ મા હાથ લાગી હતી અને 25થી વધુ કનેકશનો કાપવામાં આવ્યા હતા.
જોકે વધુમા ચોક્કસ થી જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન કેટલાક માથા ભારે તત્વો દ્વારા વિઘ્ન નાખવામાં આવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને ત્યારબાદ બાદ કામગીરી ચાલુ રખાઈ હતી.જેમાં જોઈએ તો જે ગામડાઓ મા તપાસ હાથ ધરાઈ હતી તેમાંના બાબરી,સમી, ચાંદરણી, ગુજરવાડા જેવા ગામડાઓ નો સમાવેશ થાય છે.. આમ અત્યારે હાલ પાણી બચાવવા માટે આવા ગેરકાયદેસર પાણીના કનેક્શન લેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.. અને અગાઉ પણ સાંતલપુર તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ૫૦ જેટલા કનેક્શનો કાપવામાં આવ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
