Unjha | ઊંઝામાં શેઠ શ્રી બુધાલાલ લલ્લુભાઇ શાહની તસ્વીર અનાવરણ સમારોહ યોજાયો.

શ્રેયસ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા આયોજિત સંસ્થાના આદ્ય સ્થાપક શેઠ શ્રી બુધાલાલ લલ્લો દાસ શાહ ના 101 માં વર્ષ ની જન્મ જયંતિ ની ઉજવણી કરવાના ભાગરૂપે *તસવીર અનાવરણ* નો સમારોહ ઊંઝા ખાતે કાલેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં યોજવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં ઊંઝા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ કે પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો . અને તસવીર અનાવરણ તેમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તસવીર ઉપર તસવીર અનાવરણ બાદ માળા અર્પણ સ્વ. શેઠ શ્રી. બૂધાલાલ લલ્લુદાસના સુકોત્રી શકુંતલાબેન સુરેશભાઈ પટવા દ્વારા ચડાવવામાં આવેલ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ ઊંઝા જૈન મહાજન ના પ્રમુખશ્રી સુરેશભાઈ શાહ ઊંઝા કોટેજ હોસ્પિટલની સેવા સમિતિના પ્રમુખ વસંતભાઈ પટેલ તથા દશરથભાઈ પટેલ બજરંગ, ઊંઝા ની સંસ્થાઓના પ્રમુખશ્રી ઓ, સહકારી આગેવાનો અગ્રણી નાગરિક ભાઈઓ,બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શેઠ શ્રી બુધાલાલ લલ્લો દાસ શાહ ના જીવન શૈલી સાદગી સભર ના અને સહકારી સંસ્થાઓમાં આપેલી યોગદાનની ખુબ ખુબ સરાહના પ્રસંગે પ્રવચનોમાં કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનો સુઆયોજન શ્રેયસ ક્રેડિટ સોસાયટીના પ્રમુખશ્રી અલ્પેશભાઈ શાહ તથા હોદ્દેદાર શ્રીઓ ડિરેક્ટરશ્રીઓ અને કર્મચારી ગણ દ્વારા કરાયું હતું. 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo -987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें