December 23, 2024 8:54 pm

સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન

 

સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા સાત કોઠા વીંધવા જેવું કઠિન કામ

શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેકવિધ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી કંટાળીને વાલીઓ શિષ્યવૃત્તિ લેવાની ના પાડવા લાગ્યા

સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો.1 થી 5 ના વિદ્યાર્થીઓને 1650/- રૂપિયા અને ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓને 1950/- રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.જેની ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. એ દરખાસ્ત કરવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ બેંક ખાતું ખોલવા માટે આધારકાર્ડ હોવું ફરજીયાત છે વિદ્યાર્થી અને અને વાલી આધારકાર્ડ કઢાવવા માટે અને ધક્કા ખાધા પછી,લાઈનમાં ઉભા રહ્યા બાદ મહા મુસીબતે આધારકાર્ડ કઢાવે છે ત્યારબાદ ખાતું ખોલવા માટે બેંકોના ધક્કા ખાય છે,બાળકનું બેંક ખાતું બેંક ખોલી આપતી નથી.ઘણા બધા પ્રયત્નો પછી વિદ્યાર્થી પાંચ હજાર જેટલી રકમ બેંકમાં ડિપોઝીટ રાખે ત્યારે ખાતું ખોલી આપે. ત્યારબાદ શાળા કક્ષાએ ડીઝીટલ પોર્ટલમાં દરખાસ્ત કરવા આવકનો દાખલો કઢાવવાનો જાતિનો દાખલો કઢાવવાનો ત્યારબાદ શાળાના આચાર્ય દરખાસ્ત કરે જેમાં વિદ્યાર્થીનું ધોરણ પૂરું નામ,માતાનું નામ જન્મતારીખ,જિલ્લો,તાલુકો વસાહત,ઘરનું સરનામું, પીનકોડ માતા-પિતાનો વ્યવસાય, કોમ્યુનિટી કાસ્ટ, ધર્મ,શારીરિક ખોડ ખાંપણ,કુંટુંબની આવક વાલીનો મોબાઈલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજર દિવસ, બીપીએલ નંબર,વિદ્યાર્થીનું આધાર સ્ટેટ,આધાર નંબર રેશનકાર્ડ નંબર,આધાર kyc બેંક ડિટેઈલ IFSC કોડ,બેંક એકાઉન્ટ નંબર,વગેરે વિગતો અપલોડ કરવાની જો આધારકાર્ડ અપડેટ હોય,રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક હોય તો અને તો જ દરખાસ્ત સબમિટ થાય છે નહીંતર થતી નથી,ગુજરાત ડીઝીટલ સાઈટ ખુબજ ધીમી ચાલતી હોય વારંવાર એરર આવતી હોય,વહેલી સવારે જાગીને શિષ્યવૃત્તિ દરખાસ્ત કરીએ ત્યારે એક કલાકમાં માંડ 10 જેટલી એન્ટ્રી થઈ શકે અત્યાર સુધીમાં માંડ 40% બાળકોની દરખાસ્ત થયેલ છે એમાં વળી,e-kyc ન હોય તો દરખાસ્ત થતી નથી,e-kyc કરવા માટેની પ્રક્રિયા પણ ખુબજ જટિલ છે.જેમાં PDS+ એપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં OTP આવે OTP શિક્ષક વાલી પાસે માંગે વાલી OTP આપે OTP જનરેટ કરે ત્યારે આધાર કેવાયસી કરે સુચનાઓ વાંચી,રેશનકાર્ડ નંબર દાખલ કરવા રેશનકાર્ડ દાખલ કરે એટલે ફરી પાછો વાલીના મોબાઈલ નંબરમાં OTP આવે શિક્ષક OTP માંગે OTP દાખલ કરવાનો ત્યારબાદ રેશનકાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા શો થાય એમાં જે વિદ્યાર્થીનું e-kyc બાકી હોય એના નામ પર ટિક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો ફોટો કેપ્ચર કરવા ફરી પાછો OTP આવે એ OTP વાલી પાસે માંગવો અપલોડ કરવો ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે,ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર ડિટેઈલ ખુલે એમાં ટીક કરી સબમિટ ફોર એપૃવલ આપીએ ત્યારે e-kyc પૂરું થાય અને ત્યારબાદ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય, આટલી બધી પ્રક્રિયા વાલીઓ પોતાના કામના ભોગે,મજુરીના ભોગે કરવી પડતી હોય, ઘણાં બધાં કંટાળીને વાલીઓ કહે છે કે *રહેવા દો સાહેબ મારે શિષ્યવૃત્તિ નથી જોઈતી* આમ માત્ર 1650/- જેટલી નજીવી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવા સાત કોઠા વીંધવા જેવું કામ છે,જો ખરેખર સરકારને શિષ્યવૃત્તિ આપવી જ હોય અને એ માટેની પ્રક્રિયા સરળ કરવી હોય તો આટલું નાનું ફોર્મેટ જ રાખવું જોઈએ,

1)ક્રમ

2)વિદ્યાર્થીનું નામ

3)બેંક ખાતા નંબર

4)બેંક

5)IFSC કોડ

6)જમા આપવાની રકમ

જે શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનો હતો એનો આખો હેતુ જ માર્યો ગયો.

હવે શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત આવી ગઈ છે. માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ થઈ ગયું છે.

 

 

 

Leave a Comment

और पढ़ें

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ મોબાઇલ ફોન કમાન્ય્ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ બે તોલાનું સોનાનુ કડુ કમાન્ડ્રુ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ મોબાઇલ ફોન કમાન્ય્ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ બે તોલાનું સોનાનુ કડુ કમાન્ડ્રુ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ