Patan | પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામોમાં મોકડ્રિલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન અપાયું

યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી અપાઈ

લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ પ્રકારની મદદની ખાતરી આપતા ગ્રામજનો

ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ સરહદી વિસ્તારોમાં ભારે સતર્કતા વ્યાપી છે. પાકિસ્તાન સાથેની ભૌગોલિક નિકટતાને કારણે પાટણ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી છે અને સંબંધિત તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

પાટણ જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામોમાં લોકોને યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી આપવાની સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ મોકડ્રીલ કરવામાં આવી હતી. સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને સરહદી આઠ ગામો ઝઝામ, ફાંગલી, ચારણકા, ધોકાવાડા, વૌવા, એવાલ, જાખોત્રા, મઢુત્રા ગામે મોકડ્રિલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સરહદી ગામ એવાલ ખાતે યોજાયેલી મોકડ્રિલમાં લોકો પણ સ્વયંભૂ સહભાગી બન્યા હતા. ગામ લોકો દ્વારા ગમે તે સમયે લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ ગામ લોકો મદદ કરવા માટે તૈયાર છીએ તેવી ખાતરી આપવામાં આવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें