Patan | મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “નકલી (બોગસ) ડોકટર” ઝડપી પાડતી એસ.ઓ.જી. શાખા, પાટણ

પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ પોલીસ અધિક્ષક, પાટણ નાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઇન્સ જે.જી.સોલંકી પાટણ નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ સમી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ગનીભાઇ દાઉદભાઇ સૈયદરહે. સમી તા.સમી જી. પાટણવાળો ગોચનાદ ગામે ગામમાં જતા રસ્તા પાસે ઠાકોરવાસના નાકા ઉપર કોઇ પણ જાતની મેડીકલ ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં મેડીકલ પ્રેકટીશ કરે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૧૬૩૯.૨૮/- નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી બી.એન.એસ-૨૦૨૩ ની કલમ-૩૧૯ તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો કરેલ હોય તેના સામે ગુન્હો સમી પો.સ્ટે ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ છે. જેની આગળની તપાસ સમી પોલીસ ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) ગનીભાઇ દાઉદભાઇ સૈયદ રહે. સમી, જુમા મસ્જીદ પાછળ, તા.સમી જી.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.૧૬૩૯.૨૮ /-

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें