Patan | રાધનપુર શહેરનાં વોર્ડ નં-૧માં અનેક પડતર પ્રશ્નો ઉદભવી રહ્યા છે, જે સ્થાનિક રહેવાસીઓની રોજિંદી જિંદગીને અસર કરે છે. આ પ્રશ્નોના સમાધાન માટે યોગ્ય અને ઝડપી પગલાં લેવાની જરૂર છે.

રોડ રસ્તા, લાઈટ અને ગટર તેમજ સાફ સફાઈનો અભાવ જણાતા પાલિકાના ચીફ ઓફિસર સહીત પ્રમુખ ને રજુઆત…

પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં આવેલ વોર્ડ નં-૧માં નગરપાલિકા હદમાં આવેલ વિસ્તારમાં ઘણા સમયથી રજુઆતો કરેલ હોવા છતાં હજુ સુધી પડતર પ્રશ્નોના નિકાલ આવેલ નથી. ત્યારે આ વોર્ડ નગરના છેવાડે આવેલ હોવાથી પબ્લીકની અવરજવર વધારે થતી હોવાથી રોડ રસ્તા, લાઈટ અને ગટર તેમજ સાફ સફાઈનો અભાવ પણ જોવા મળે છે. જેને લઈને પાલિકાના સદસ્ય જયાબૅન ઠાકોર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

લેખિત માં દર્શાવ્યા મુજબ રાધનપુર વિસ્તારમાં રૂપાસરા (પ્રાથમિક શાળા)- જ્યાં ૩૫ વર્ષથી લાઈટનો અભાવ છે તો અંધાર પટમાં રહેતા રહીશોને લાઈટના થાંભલા તેમજ મીટરની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. તેમજ જૈન ટોકીઝ નાના ઠાકોરવાસથી મોટાઠાકોરવાસ ઠાકોર ભુરાભાઈ જગુભાઈના ઘર સુધીનો અધુરો રોડ પૂર્ણ કરી આપવા બાબતે રજૂઆત અને ઠાકોરવાસમાં રોડ પર આવેલ મોટી ખુલ્લી ગટરો હોવાથી કોઈ ઘટિત ઘટના ના ઘટે એ હેતુસર સત્વરે ખુલ્લી ગટરોને ઢાંકવા રજુઆત કરી છે.

રાધનપુર નાં મોટાપીરની દરગાહથી અર્ગોસર તળાવ અને જાપટપરા સુધી ઘણા સમયથી ભૂગર્ભ ગટરની સાફ સફાઈ થયેલ ના હોવાથી સતત ગટરના ગંદા પાણી રોડ પર ૨૪ કલાક ફરતા જોવા મળે છે જેના હિસાબે લોકોમાં માંદગી પણ જોવા મળી રહેલ છે તો આ વિસ્તરમાં સત્વરે ગટર સાફ સફાઈ અને સમારકામ કરાવી નિવારણ લાવવા રજુઆત કરવામાં આવી છે.આમ આ વિસ્તારમાં નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હોવાથી સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ફરજ સમજી પાલિકા નાં સદસ્ય જયાબેન ઠાકોરે પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ ને રજુઆત કરી હતી અને લેખિતમાં આપેલ રજૂઆતને ધ્યાને લઇ સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें