ભાભર શહેર તેમજ આજુબાજુની જનતાને જણાવતા અમો આનંદ અનુભવીએ છીએ કે લિબર્ટી સ્કૂલ ભાભરમાં ”ધોરણ 10 SSC” ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષા યોજાયેલ હતી તેમાં લિબર્ટી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઘાંચી હિના એસ. 99.87 P.R. Rank – સમગ્ર ભાભર તાલુકા અને કેન્દ્રમાં પ્રથમ સ્થાન, સુથાર આંચલ આર. 99.55 P.R. Rank સાથે સમગ્ર કેન્દ્રમાં બીજા સ્થાન, સુથાર ક્રિષ્ના એસ. 99.22 P.R. સમગ્ર કેન્દ્રમાં ત્રીજા સ્થાન, સુથાર જયશ્રી વી. 99.૦૬ P.R. Rank સમગ્ર કેન્દ્રમાં ચોથા સ્થાન, બ્રાહ્મણ દર્શન ડી. 98.81 P.R. Rank સાથે ઉતીર્ણ થયા છે સાથે ભાભર સેન્ટરમાં ગણિત અને વિજ્ઞાન માં ૧૦૦ માંથી ૧૦૦ મેળવનાર ૩ વિધાર્થી, 90.00 P.R. Rank થી વધુ મેળવનાર ૩૦ વિધાર્થીઓ આમ ધમાકેદાર પરિણામ મેળવી સમગ્ર ભાભર તાલુકામાં અને સેન્ટરમાં પ્રથમ નંબર મેળવેલ છે. જે બદલ લિબર્ટી સ્કૂલ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે.
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
