પર્વતમાન ચીજવસ્તુના વિક્રેતા, રીટેઇલર્સ, પ્રોસેસર્સ, મિલર્સ અને ઇમ્પોર્ટર્સને સુચના તથા કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ
જિલ્લા પુરવઠા અધિકારી પાટણ ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ આવશ્યક ચીજવસ્તુની સંગ્રહખોરી કરી ભાવોમાં કોઈ વધારો ન થાય તે માટે આવશ્યક ચીજવસ્તુના વિક્રેતા, રીટેઇલર્સ, પ્રોસેસર્સ, મિલર્સ અને ઇમ્પોર્ટર્સને સુચના તથા કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ આપવામાં આવે છે.
જો કોઈપણ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે તો તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં છેલ્લા ૬(છ) વર્ષમાં ખાદ્ય પદાર્થોનો છૂટક ફુગાવ (રીટેઈલ ઇન્ફલેશન) સૌથી ઓછા સ્થળે હોઈ તમામ નાગરીકો કોઇપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહી અને જિલ્લા વહીવટીતંત્ર પર વિશ્વાસ સાથે સંપૂર્ણ સહકાર આપે તેવો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
