“માતૃભૂમિ નું ઋણ ચૂકવવા માટેની સોનેરી તક “:-નાગરિકોને સ્વૈચ્છિક રક્તદાન કરવા તંત્રની અપીલ
જિલ્લા આરોગ્ય અને વહીવટીતંત્ર દ્વારા તા. ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ આયોજન કરેલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન એટલે “માતૃભૂમિ નું ઋણ ચૂકવવા માટેની સોનેરી તક ” આ તકનો લાભ લઈ તમામ નાગરિકોને સ્વૈચ્છિક રક્તદાન કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
તકેદારીના ભાગરૂપે હોસ્પિટલ ખાતે ઇમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને દેશના હિત માટે સૈનિકો અને નાગરિકો માટે તાત્કાલીક લોહીની જરૂરીયાત પૂર્ણ થાય તે માટે જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ સિધ્ધપુર, પાટણ, ધારપુર અને રાધનપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પના સ્થળે સ્વૈચ્છિક રકતદાન કરવા નમ્ર વિનંતી છે. તેમજ જિલ્લાની કુલ ૭ બ્લડ બેંકની ૬૦૦૦ બ્લડ બોટલની ક્ષમતા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ બ્લડ બેંક ના સંચાલકશ્રી/ટ્રસ્ટી શ્રી ને પદાધિકારીશ્રીઓ/ આરોગ્ય અને વહીવટી તંત્ર/NGO/ privavate doctors વગેરેના સંકલન તથા સહયોગથી કેમ્પની કામગીરી ચાલુ રાખવા નમ્ર વિનંતી કરવામાં આવે છે.
નીચેના સ્થળે અને સમયે રકતદાન કેમ્પ યોજાશે
